ગુજરાત એસટી બસોનો બદલાયો રંગ, મુસાફરોને નવા રંગની નવી બસોમાં મળશે નવી સુવિધાઓ
એસટી નિગમ (ST Corporation) દ્વારા એસટી બસને નવો લૂક આપવામાં આવ્યો છે. મુસાફરને આકર્ષે તેવો આ નવો લૂક બનાવાયો છે. સાથે જ મુસાફરોને (Passengers) આરામદાયક સવારી મળી રહે તેના પર પણ વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.
ગુજરાતની (Gujarat) એસટી બસ (ST Bus)રાજ્યભરમાં તેની સેવાને લઇને વખણાય છે. ત્યારે આ જ એસટી બસ હવે તેના નવા રંગરૂપને લઈને ચર્ચામાં આવી છે. આમ તો એસટી નિગમ દ્વારા ‘સલામત સવારી, એસટી અમારી’નું સૂત્ર આપવામાં આવ્યું છે. પણ હવે તેમાં વધુ એક સૂત્ર ઉમેરાયું છે કે એસટી અમારી વધુ સવલત સાથેની સવારી. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે એસટી નિગમ દ્વારા એસટી બસને નવો લૂક આપવામાં આવ્યો છે. મુસાફરેને આકર્ષે તેવો આ નવો લૂક બનાવાયો છે. સાથે જ મુસાફરોને (Passengers) આરામદાયક સવારી મળી રહે તેના પર પણ વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. જે બસ બનાવવાની કામગીરી નરોડા વર્કશોપ પર પુર જોશ ચાલી રહી છે. જ્યાં 500 જેટલી બસો તૈયાર કરાઇ રહી છે.
2×2 સીટનું સીટીંગ એરેંજમેન્ટની બસ
સામાન્ય રીતે એસ ટી બસના રંગ સફેદ, ભુરા અને પીળા રંગની બસ હોય છે. જેમાં એસટી નિગમ થોડા વર્ષ પહેલાં ગ્રે કલર લાવી તેમજ મીની બસ પણ શરૂ કરી. જે તમામ બસની ચેસીસ બહારથી મગાવી નરોડા વર્કશોપ ખાતે લાવી બસ બનાવાય છે. જોકે હવે આ જ એસટી નિગમમાં નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. જેમાં એસટી નિગમ દ્વારા ભગવા રંગની 500 જેટલી બસ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ પહેલી વાર 2×2 સીટનું સીટીંગ એરેંજમેન્ટ ધરાવતી બસ પણ તૈયાર કરાઈ રહી છે. અંદાજે આ પ્રકારની 300 બસ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ તબક્કાવાર આ બસો બનાવાશે.
મુસાફરો માટે એક નવું નજરાણું
એક એવી પણ માહિતી છે કે એસટી નિગમ દ્વારા 2018 માં 2×3 બસના રંગ રૂપમાં મોટો ફેરફાર કરાયો હતો. જે બાદ નાના નાના ફેરફાર થતા હતા, પણ આ પ્રકારે બસનો કેસરી રંગ અને સીટીંગ એરેંજમેન્ટ બદલવું તે 2018 બાદ આ વર્ષમાં થઈ રહ્યું છે. જે સૌથી મોટો બદલાવ અને સૌથી મોટી બાબત છે. જેને લઈને નિગમના અધિકારી માની રહ્યા છે કે, તેમના આ બદલાવથી મુસાફરોને એક નવું નજરાણું તો મળશે, પણ નવા સીટીંગ એરેંજમેન્ટથી મુસાફરોને આરામદાયક સવારીનો લાભ પણ મળશે. સાથે જ મુસાફરો એસ ટી બસ તરફ આકર્ષાઈ એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરશે. જેનાથી એસટી નિગમની આવકમાં પણ વધારે થશે.
ST બસમાં કરાયેલા બદલાવ
- કેસરી રંગની 500 જેટલી બસ બનશે
- 2×2 સીટીંગ એરેંજમેન્ટ ધરાવતી બસ બનશે
- 2×2 બસમાં 42 સીટ રહેશે
નવી બસોમાં ઉમેરાઇ સુવિધાઓ
- ફ્લોરિંગમાં મેટ પાથરેલી હશે
- આરામદાયક સીટ હશે
- આરામથી માથું ટેકવી શકાશે
- લેગ સ્પેસ પણ વધુ હશે
- પહોળી લગેજ રેક
- રિવર્સ સેન્સર પણ હશે
2×2 સીટમાં શુ સુવિધાઓ હશે?
- વેન્ટીલેશન માટે સ્લાઇડિંગ વિન્ડો પહોળી હશે
- પર્સનલ રીડિંગ લાઇટ
- પહોળી અને પુશબેક સીટ
- પાછળના ભાગમાં મોટી ડેકી
- પહોળી લગેજ રેક
બસને બનાવવા પાછળની ખાસિયત
- 300 કામદાર નવી બસો તૈયાર કરે છે
- ઇન્ટીરિયર માટે ACP સીટનો ઉપયોગ
- ACP સીટ ઉનાળામાં વધુ અનુકૂળ રહેશે
- બસની ચેસિસ બહારથી મગાવવામાં આવે છે
- બોડી સહિત સંપૂર્ણ બસ તૈયાર કરે છે.