AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માન્યામાં ન આવે તેવી વાત, અમદાવાદમાં એક શિક્ષક સાથે થઈ કરોડોની છેતરપિંડી, રૂપિયા પડાવી ભેજાબાજ આરોપી થયો વિદેશ ફરાર- વાંચો

અમદાવાદમાં હવે શિક્ષકો પણ સલામત નથી. અમદાવાદમાં સાબરકાંઠાના એક શિક્ષક સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ શિક્ષકને મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને ભેજાબાજ આરોપીએ કરોડો રૂપિયા ખંખેરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

માન્યામાં ન આવે તેવી વાત, અમદાવાદમાં એક શિક્ષક સાથે થઈ કરોડોની છેતરપિંડી, રૂપિયા પડાવી ભેજાબાજ આરોપી થયો વિદેશ ફરાર- વાંચો
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 27, 2024 | 3:53 PM
Share

અમદાવાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને એક કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાયુ છે. કોન્ટ્રાક્ટ મળી ગયા હોવાનો ખોટો લેટર બતાવી આરોપીઓએ છેતરપિંડી કરી છે. ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી વિદેશ નાસી જતા પોલીસે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી શિક્ષકને બાટલીમાં ઉતાર્યો

આમ તો સામાન્ય રીતે અલગ અલગ બહાના બતાવી ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે પરંતુ અમદાવાદ EOW વિભાગમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોલ્ડર પંપ તથા તેની એમ.સી.સી પેનલ અને તેના હેડનું રીપેરીંગ અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી છે. જોકે આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ સુમિતકુમાર રાવલ હાલ વિદેશ નાસી ગયો છે જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, તો આ કામનો વધુ એક આરોપી વેરલ ઉર્ફે વિરલ દોશીની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ભોગ બનનાર શિક્ષકે આરોપી સુમિતને કોન્ટ્રાક્ટ પેટે આપ્યા હતા એક કરોડથી વધુ રૂપિયા

સમગ્ર કૌભાંડની વાત કરીએ તો ફરિયાદી મિતેશકુમાર પટેલ કે જે સાબરકાંઠામાં રહે છે અને શિક્ષકની નોકરી કરે છે તેમને વર્ષ 2021 માં આરોપી સુમિતકુમાર રાવલ સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ આરોપી સુમિતકુમારે અમદાવાદ મહાનગરપાલિકામાં તેની સારી ઓળખાણ હોવાનું કહી AMC નો ફોલ્ડર પંપ તથા તેની એમ.સી.સી પેનલ તથા હેડનું રીપેરીંગ તથા મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાવવા બાબતે વાતચીત કરી લાલચ આપી હતી. જેના વિશ્વાસમાં આવીને ફરિયાદી મિતેશકુમારે સુમિતકુમારને કોન્ટ્રાક્ટ પેટે અલગ અલગ રીતે એક કરોડથી વધુની રકમ આપી હતી.

ખોટા લેટર બતાવી કોન્ટ્રાક્ટ અપાવવાની આપી હતી લાલચ

જે બાદ આરોપી સુમિતકુમારે મિતેશકુમારને કોન્ટ્રાક્ટ મળી ગયા હોવાનો ખોટો લેટર આપ્યો હતો અને મીતેશકુમારને વેરલ ઉર્ફે વિરલ દોશીના નામનો 16 કરોડનો ચેક પણ આપ્યો હતો. જે ચેક ફરિયાદી મિતેશકુમારે બેન્ક એકાઉન્ટમાં ભરતા તે રિટર્ન થયો હતો. સમગ્ર મામલે સુમિતકુમારે ચેક ક્લિયર ન થાય તો આંગડિયા મારફત પૈસા આપવાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું અને બાદમાં ફરીથી વેરલ ઉર્ફે વિરલનાં નામનો 64 કરોડનો ચેક ફરિયાદી મિતેશકુમારને આપ્યો હતો. જે બાદ મિતેશકુમાર પર દબાણ કરી તે 64 કરોડનો ચેક પરત લઈ લેતા મિતેશકુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખ્યાલ આવ્યો હતો.

ભોગ બનનાર શિક્ષકે આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવી ફરિયાદ

ફરિયાદી મિતેશકુમાર તેણે આપેલા એક કરોડથી વધુ રૂપિયાની રકમની અનેક વખત માંગણીઓ કરતા હતા પરંતુ સુમિતકુમાર ખોટા વાયદાઓ કર્યા હતા અને તેમણે આ કોન્ટ્રાક્ટમાં વિષ્ણુ પટેલ નામનો વ્યક્તિ પણ ભાગીદાર હોવાનું કહી વિષ્ણુ પટેલના નામના બે ચેક આપી મિતેશકુમારને ફરીથી વિશ્વાસમાં લીધા હતા. જોકે થોડા સમય સુધી પૈસા નહીં આપતા આખરે મિતેશકુમારે આર્થિક ગુના નિવારણ શાખામાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદને આધારે પોલીસે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી છે. જોકે પોલીસે મુખ્ય આરોપી સતીશકુમાર અને વેરલ ઉર્ફે વિરલની શોધખોળ હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">