Ahmedabad: અસલી નોટોની આડમાં નક્લી નોટો મુકી સોના ચાંદીના વેપારીને લગાવ્યો 29 લાખથી વધુનો ચુનો, ક્રાઈમબ્રાંચે આરોપીની કરી ધરપકડ

Mihir Soni

|

Updated on: Feb 01, 2023 | 8:19 PM

Ahmedabad: અમદાવાદમાં સોનાચાંદીના વેપારીને લાખો રૂપિયાનો ચુનો લગાવનાર આરોપીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. સોનાની ખરીદી કર્યા બાદ અસલી નોટોના બંડલ વચ્ચે 29 લાખની ચિલ્ડ્રન નક્લી નોટો મુકી વેપારી સાથે છેતરપિંડી કરી હતી.

Ahmedabad: અસલી નોટોની આડમાં નક્લી નોટો મુકી સોના ચાંદીના વેપારીને લગાવ્યો 29 લાખથી વધુનો ચુનો, ક્રાઈમબ્રાંચે આરોપીની કરી ધરપકડ

અમદાવાદના સોના ચાંદીના વેપારીઓને ચેતવવા જેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં નકલી નોટો આપી અસલી સોનાની ખરીદી કરી છેતરપિંડી કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં કાળો નકાબ પહેરીને ઉભેલા આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે.

અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહે છે. ઝડપી પૈસા કમાવવાની લાલચ અને દેવું ચૂકવવા માટે આરોપી મહેન્દ્રસિંગ એ વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાખ્યો. જેમાં આરોપી સફળ પણ થયો, પરંતુ ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો અને ઠગાઈ કરેલા સોનાના બિસ્કિટ જપ્ત કર્યા.

400 ગ્રામ સોનું લઈ એક લાખની સાચી ચલણી નોટો આપી બાકીની બોગસ નોટો આપી 

સોનાના વેપારી સાથે ઠગાઈ કરનાર આરોપી મહેન્દ્રસિંગ રાજપુરોહિતે માણેકચોકના સોનાના વેપારીને છેતરવાનું નક્કી કર્યું, જેમાં સોનાનો વેપારી બની ફોન કરી એક કિલો સોનું ખરીદી માટે બુક કરાવ્યું હતું. પરંતુ વેપારી પાસે માત્ર 400 ગ્રામ સોનું હોવાના કારણે તેટલું જ આપ્યું હતું. જેની સામે આરોપી એ રોકડ રકમ જે ચૂકવી હતી, જેની કિંમત કુલ 30 લાખ થઈ હતી. જેમાં આરોપી એ માત્ર 1 લાખ રૂપિયાની સાચી ચલણી નોટો આપી હતી અને બાકી 29 લાખની ચિલ્ડ્રન નકલી નોટો આપી હતી.

વેપારીએ તમામ નોટોના બંડલ ઓફિસ આવીને ગણતરી કરતા નકલી નોટો હોવાનું માલુમ પડતા ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. સોનાના બિસ્કિટ નકલી નોટોથી ખરીદનાર આરોપીએ અન્ય કેટલા વેપારીઓ સાથે આ પ્રકારે ઠગાઈ કરી છે અને તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: G-20 સમિટના ઉપલક્ષ્યમાં યોજાનારી અર્બન-20 બેઠકમાં ભાગ લેવા અમેરિકા, જાપાન, ઈટલી, ફ્રાન્સ સહિતના 20 દેશોનું ડેલિગેશન આવશે અમદાવાદ

આ અગાઉ પણ અમદાવાદમાં નકલી સોના-ચાંદીથી છેતરપિંડી કરનાર ગેંગનો ગુજરાત એટીએસએ  પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ 6 આરોપીઓને ઝડપ્યા છે. ચિલ્ડ્રન બેંકની નોટો સાથે તેઓ છેતરપિંડી કરતા હતા. ATSએ સુરતના અમરોલી વિસ્તારમાંથી છ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. તેઓ નોટના બંડલ અને લગડીઓ બતાવી છેતરપિંડી આચરતા હતા. રૂ.500 અને રૂ.2000ના દરની નકલી કુલ ચાર કરોડની નકલી નોટો ઝડપાઇ છે. 50 નકલી ગોલ્ડ બિસ્કીટ અને 10 નકલી ચાંદીની લગડી પણ ઝડપાઇ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati