અમદાવાદની આઈટી કંપનીએ 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કારની આપી ભેટ, પાંચ વર્ષ પૂર્ણ થતા કર્મચારીઓનુ કરાયુ સન્માન

Mihir Soni

|

Updated on: Jan 31, 2023 | 8:29 PM

Ahmedabad: અમદાવાદની એક આઈટી કંપનીએ તેના પાંચ વર્ષ પૂરા થતા કર્મચારીઓને મોંઘીદાટ કારની ભેટ આપી છે. કંપનીના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને કારની ભેટ આપવામાં આવી છે. કંપનીના એમડીના જણાવ્યા મુજબ કર્મનિષ્ઠ કર્મચારીઓ જો કંપનીની સાચી એસેટ છે.

અમદાવાદની આઈટી કંપનીએ 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કારની આપી ભેટ, પાંચ વર્ષ પૂર્ણ થતા કર્મચારીઓનુ કરાયુ સન્માન
કંપનીએ કર્મચારીઓ આપી કારની ભેટ
Follow us

એક તરફ દુનિયાની મોટી મોટી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી રહી છે. કોરોના કાળ પછી કર્મચારીઓને નોકરી અને પ્રમોશનનો પણ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની એક ખાનગી કંપનીના કર્મચારીઓને જાણે લોટરી લાગી છે. આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે. એવું કહેવાય છે કે કર્મનિષ્ઠ કર્મચારીએ કંપનીની મૂડી હોય છે અને આ કર્મચારીઓનાં વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવાની અમદાવાદની એક ખાનગી કંપનીની અનોખી પહેલ જોવા મળી. અમદાવાદની ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની દ્વારા તેના 13 કર્મચારીઓને કાર ભેટ આપવામાં આવી છે.

કંપનીના પાંચ વર્ષ પૂર્ણ થતા 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને કાર ગિફ્ટ કરી

કંપનીના એમડી રમેશ મરંડએ જણાવ્યું કે કંપનીને 5 વર્ષ પૂર્ણ થયા છે. અને 5 વર્ષમાં જે પણ કમાયા છીએ તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે.13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે સન્માનિત કર્યા છે. જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરી રહ્યા છીએ. અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દૃઢપણે વિશ્વાસ રાખીએ છીએ.

તેમણે ઉમેર્યું કે આ માત્ર શરૂઆત છે. કર્મચારીઓ માટે ભવિષ્યમાં આવી વધુ પહેલ કરીશું. આવી પહેલથી કર્મચારીઓને કંપની માટે સારી કામગીરી કરવાની અને કંપની સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે.

બીજી તરફ કંપનીની આ પહેલથી કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. સાત વર્ષથી કંપનીમાં કામ કરતા કર્મચારી ધ્રુવ પટેલએ જણાવ્યું કે સામાન્ય રીતે આઇટી કંપનીઓમાં કર્મચારીઓ એક બે વર્ષમાં વધુ પગાર મળે તો જોબ ચેન્જ કરી દેતા હોય છે. ત્યારે આ કંપનીએ એક ઉદાહરણ પૃરું પાડ્યું છે કે કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર થાય છે. અમારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો.

આ પણ વાંચો: અમદાવાદીઓએ હવેથી ચૂકવવો પડશે પર્યાવરણ વેરો, AMCના ડ્રાફ્ટ બજેટમાં નખાયો બોજો, વાંચો સંપૂર્ણ ટ્રાફ્ટ બજેટ

મહત્વનુ છે થોડા વર્ષો પહેલા સુરતના ડાયમંડ કિંગ ગણાતા ઉધોગપતિ સવજી ધોળકિયા દ્વારા પણ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી ત્યારે અમદાવાદની આ કંપનીના માલિક કર્મચારીઓ માટે કાર ગિફ્ટ આપી અનોખી પહેલ કરી છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati