AHMEDABAD : AMCના કેમ્પસમાં 4 કર્મચારી સહીત 7 લોકો જુગાર રમતા પકડાયા

પકડાયેલાઓમાંથી 4 આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation ) ના કર્મચારી છે જ્યારે બીજા આરોપીઓ ત્યાં જુગાર રમવા આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 7:27 AM

AHMEDABAD : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation ) ના કેમ્પસમાં જુગાર રમતા AMCના 4 કર્મચારી સહિત કુલ 7 લોકો જુગાર રમતા ઝડપાયા છે. જેમાં 2 નિવૃત કર્મચારી 3 ઓન ડ્યુટી કર્મચારી તેમજ 2 અન્ય શખ્સોને જુગાર રમતા દબોચી લેવામાં આવ્યા છે. કોર્પોરેશનના જુના પાર્કિંગમાં અંધારામાં છેલ્લા 8 દિવસથી જુગાર રમતો હોવાની કરંજ પોલીસને બાતમી મળી હતી. ગઈકાલે 29 જુલાઈએ રાત્રે ડી સ્ટાફના PSI સહિતના પોલીસ કર્મચારીઓ છટકું ગઠવીને 7 લોકોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા છે.જેમાં 4 આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation ) ના કર્મચારી છે જ્યારે બીજા આરોપીઓ ત્યાં જુગાર રમવા આવ્યા હતા. પોલીસે 24770 રૂપિયા રોકડા સહિત અન્ય મુદ્દામાલ સાથે કુલ 87770 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : AMC સામે લોકો દ્વારા કોર્ટમાં કરેલા કેસોની સંખ્યા વધી, અમદાવાદીઓની નારાજગીના કારણે કેસોનું ભારણ વધ્યું

આ પણ વાંચો : Ahmedabad : રાજ્યમાં હોસ્ટેલ શરૂ કરવા સરકારે મંજૂરી આપી, એક રૂમમાં 2થી વધારે વિદ્યાર્થીઓ નહીં રહી શકે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">