Ahmedabad : રાજ્યમાં હોસ્ટેલ શરૂ કરવા સરકારે મંજૂરી આપી, એક રૂમમાં 2થી વધારે વિદ્યાર્થીઓ નહીં રહી શકે

રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું થતા એકબાદ એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

Ahmedabad : રાજ્યમાં હોસ્ટેલ શરૂ કરવા સરકારે મંજૂરી આપી, એક રૂમમાં 2થી વધારે વિદ્યાર્થીઓ નહીં રહી શકે
Ahmedabad

Ahmedabad : રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું થતા એકબાદ એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. 9થી 1ની સ્કૂલ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં હોસ્ટેલો શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. SOPના પાલન સાથે હોસ્ટેલો શરૂ કરવામાં આવશે. એક રૂમમાં 2થી વધારે વિદ્યાર્થીઓ નહીં રહી શકે. હોસ્ટેલો શરૂ કરવા સરકારે SOP જાહેર કરી છે. વિકસતી જાતિ કલ્યાણ ખાતાના તાબા હેઠળના ધોરણ 9થી 12ના છત્રલાયો પણ શરૂ કરવા મંજૂરી આપી છે. 50 ટકા ક્ષમતા સાથે છાત્રલાયો શરૂ થશે.

બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. 8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈ થી વધારીને 400 વ્યક્તિઓ ની કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોનું સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati