AMC સામે લોકો દ્વારા કોર્ટમાં કરેલા કેસોની સંખ્યા વધી, અમદાવાદીઓની નારાજગીના કારણે કેસોનું ભારણ વધ્યું
લોકો અને AMC વચ્ચે થતા વિવાદ જ્યારે કોર્ટમાં પહોંચે છે ત્યારે કેસોનું ભારણ વધે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સુપ્રિમ કોર્ટમાં 69 કેસ, હાઇકોર્ટમાં 4869 કેસ, મેટ્રોપોલિટન કોર્ટમાં 53 કેસ અને સીટી સિવિલમાં 4046 જેટલા કેસ નોંધાયા છે.
અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશન દ્વારા લીગલ ડિપાર્ટમેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તેમ છતા કોર્પોરેશન સામે કેસોનું ભારણ વધતું જઈ રહ્યું છે. અત્યાર સુધી કુલ બાકી કેસોની સંખ્યા જોઈએ તો 10332 કેસમાં આ માસમાં 139 નવા કેસનો વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લિગલ કમિટીની બેઠક મળી હતી.
જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે કોર્પોરેશન સામે 139 કેસો કોર્ટમાં નોંધાયા છે. ગત વર્ષે 2020 માં 10332 કેસો નોંધાયા હતા જે પૈકી હાઇકોર્ટની અંદર 4800 કેસ નોંધાયા છે. સૌથી વધારે 74 કેસો ટ્રીબ્યુનલ કોર્ટમાં નોંધાયા છે. લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેન ઉમંગ નાયકે જણાવ્યું હતું કે, આ કેસમાં કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવે તેવી શક્યતાઓ વધારે જોવામાં આવે છે.
જો કેસોની વાત કરવામાં આવે તો તે કઇંક આ પ્રમાણે છે.
કોર્ટ | બાકી કેસો | નવા કેસ |
સુપ્રીમ કોર્ટ | 69 | 0 |
હાઈકોર્ટ | 4869 | 29 |
મેટ્રોપોલિટન | 53 | 0 |
સીટી સિવિલ | 4046 | 31 |
સ્મોલ કોર્ટ | 176 | 0 |
મ્યુનિ વેંલ્યું | 426 | 2 |
ગ્રામ્ય કોર્ટ | 228 | 3 |
ટ્રીબ્યુનલ | 141 | 74 |
લેબર કોર્ટ | 314 | 0 |
કુલ | 10332 | 139 |
લોકો અને AMC વચ્ચે થતા વિવાદ જ્યારે કોર્ટમાં પહોંચે છે ત્યારે કેસોનું ભારણ વધે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સુપ્રિમ કોર્ટમાં 69 કેસ, હાઇકોર્ટમાં 4869 કેસ, મેટ્રોપોલિટન કોર્ટમાં 53 કેસ અને સીટી સિવિલમાં 4046 જેટલા કેસ નોંધાયા છે. કોર્પોરેશન પર જેટલા કેસ વધે છે તેટલો ખર્ચો પણ વધે છે.
આ પણ વાંચો – International Tiger Day: સરકારે ભારતમાં 14 વાઘ રીઝર્વને આપી CATSની માન્યતા, 51 કેન્દ્રોને દરજ્જો આપવાનો લક્ષ્યાંક