Ahmedabad : કોરોનાની લડાઇમાં યોગગુરુ શૈલી કારીઆનું અનોખું યોગદાન, દર્દીઓ માટે નિશુલ્ક યોગા કલાસ ચાલું કર્યા

Ahmedabad : વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસથી સૌકોઈ પરેશાન છે. અને આ વાઇરસનો ખાતમો બોલાવવા આખું વિશ્વ લડી રહ્યું છે.ત્યારે અમદાવાદની યુવતી પણ કોરોનાની લડાઈમાં અનોખું યોગદાન આપી રહી છે.

Ahmedabad : કોરોનાની લડાઇમાં  યોગગુરુ શૈલી કારીઆનું અનોખું યોગદાન, દર્દીઓ માટે નિશુલ્ક યોગા કલાસ ચાલું કર્યા
યોગગુરુ શૈલી કારીઆ
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: May 04, 2021 | 4:41 PM

Ahmedabad : વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસથી સૌકોઈ પરેશાન છે. અને આ વાઇરસનો ખાતમો બોલાવવા આખું વિશ્વ લડી રહ્યું છે.ત્યારે અમદાવાદની યુવતી પણ કોરોનાની લડાઈમાં અનોખું યોગદાન આપી રહી છે. આપણે સૌ જાણીએ જ છીએ કે ગુજરાતમાં કોરોનાના કેસો એટલી હદે વધી ગયા છે કે કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં બેડ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે તેવામાં ઘરમાં આઇસોલેટ રહીને કોરોનાની સારવાર લેતા દર્દીઓ જલ્દીથી સાજા થાય તે માટે અમદાવાદની યોગા ગુરુ શૈલી કારીઆ નુશુલ્ક ઓનલાઇન યોગા ક્લાસ ચલાવી રહ્યા છે.

કોરોનાની લડાઇમાં યોગગુરુ શૈલી કારીઆનું અનોખું યોગદાન

કોરોનાનાં દર્દીઓને આ બીમારીના કારણે ફેફસા પર સીધી અસર થતી હોય છે જેને કારણે આ રોગને કારણે શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી હોય છે. ઘરમાં જ આઇસોલેટ હોય તેવા દર્દીઓના ફેફસા મજબૂત થાય અને શ્વાસ લેવામાં કોઈ સમસ્યા નડે નહિ તે માટે શૈલી દ્વારા આવા દર્દીઓને શ્વાસોશ્વાસ માટેના યોગા ઓનલાઇન શીખવાડવામાં આવે છે. જેનાથી કોરોનાનાં દર્દીઓની શ્વસન પ્રક્રિયા સ્વસ્થ રહે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

યોગ ગુરુ શૈલી કારીયા દ્વારા કોરોનાનાં દર્દીઓને ઝૂમ મિટિંગ દ્વારા ડીપ બ્રિથીંગ , સૂર્ય નાડી શુદ્ધિ પ્રાણાયમ, સૂર્યનાડી ભેદન પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભાહ્માની પ્રાણાયામ જેવા યોગ શીખવાડવામાં આવે છે જે કોરોનાનાં દર્દીઓના શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધુ સારી બનાવે છે.અને જો કોરોના પોઝિટિવ દર્દીઓ આ યોગા દિવસમાં 2 વાર કરે તો તેમનું ઓક્સિજન લેવલ હંમેશા નિયંત્રણમાં રહે છે. જેને કારણે યોગા ગુરુ શૈલી કારીયા કોરોનાનાં દર્દીઓને આ યોગા કરવાની સલાહ આપે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">