AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દોરડું બાંધી દીધું એટલે જવાબદારી પૂરી ? AMC ની કામગીરી સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગઈ, ફૂટપાથ બેસી જતાં ઉઠ્યા ગંભીર સવાલો

અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં હજુ તો ચોમાસાની શરૂઆતનો સામાન્ય વરસાદ જ પડ્યો છે, ત્યાં જ રસ્તાઓ પર ખાડા પડવાની અને ફૂટપાથ બેસી જવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. એવામાં સવાલ એ થાય છે કે, સ્માર્ટ સિટીના આવા ગાંડા વિકાસ વચ્ચે રાહદારીઓની સુરક્ષાનું શું? આ હાલાકીમાંથી જનતાને રાહત ક્યારે મળશે?

દોરડું બાંધી દીધું એટલે જવાબદારી પૂરી ? AMC ની કામગીરી સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગઈ, ફૂટપાથ બેસી જતાં ઉઠ્યા ગંભીર સવાલો
Image Credit source: AI Generated
| Updated on: Jul 19, 2026 | 2:30 PM
Share

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગર રોડ પર ફૂટપાથ બેસી જવાની એક ગંભીર ઘટના સામે આવી છે. હરણ સર્કલ જેવા પ્રતિષ્ઠિત વિસ્તારમાં આનંદનગર એસટી (ST) સ્ટોપની આસપાસનો આખેઆખો ફૂટપાથ તૂટી પડતાં અહીંથી પસાર થતા રાહદારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

AMC ની ‘નબળી કામગીરી’

નવાઈની વાત એ છે કે, માત્ર સામાન્ય વરસાદમાં જ આ ફૂટપાથ બેસી ગયો છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની નબળી કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા ફૂટપાથ તૂટ્યા બાદ માત્ર આસપાસની જગ્યાને કોર્ડન (Cordon) કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે પરંતુ રાહદારીઓની સુરક્ષાને લઈને કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

જોવા જેવું એ છે કે, અમદાવાદમાં હજુ તો સામાન્ય વરસાદમાં જ વિવિધ જગ્યાઓ પર ખાડા પડવા અને ફૂટપાથ બેસવાની ઘટના સામે આવી છે, જેમાં નવા લગાવાયેલા હોર્ડિંગની આસપાસનો ફૂટપાથ બેસતા આસપાસની જગ્યા કોર્ડન કરાઈ છે. હવે આ ઘટના બાદ જનતાના મનમાં ઘણા સવાલો ઊભા થયા છે.

આ સવાલના જવાબ કોણ આપશે?

એવામાં સવાલ એ જ છે કે, ‘તંત્ર’ ઊંઘમાં કેમ છે? પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં આખેઆખો ફૂટપાથ જમીનમાં બેસી ગયો, તો શું AMC ની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હતી?

આખરે આ તંત્ર શું સાબિત કરવા માંગે છે? ફૂટપાથ તૂટ્યા પછી તંત્રએ માત્ર દોરડું બાંધીને સંતોષ માની લીધો પણ ત્યાંથી પસાર થતા હજારો રાહદારીઓની સુરક્ષાનું શું? ‘તંત્ર’ આનો કાયમી ઉકેલ ક્યારે લાવશે?

Breaking News : અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની કરાઈ ધરપકડ, ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું હતુ કારખાનું

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">