Breaking News : દૂધ મંડળી બની તસ્કરોનું નિશાન, 336 લીટર દૂધની ચોરીનો પ્રયાસ, જુઓ Video
બનાસકાંઠના ડીસા તાલુકાના નવા ગામે દૂધ ચોરવાનો પ્રયાસની ઘટના સામે આવી છે.દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ટેન્કર અને ઈકો કારમાં અંદાજે 336 લીટર દૂધ ચોરવાનો પ્રયાસ કર્યો હતો.ગ્રામજનોની સતર્કતાથી ચોરીનો પર્દાફાશ થતાં તસ્કરો વાહનો સ્થળ પર જ મૂકીને ફરાર થયા હતા.
તમે વાહનની ચોરી, કે પછી ઘરમાં તસ્કરોના આંતકની ઘટના વિશે વાત સાંભળી હશે. પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ દૂધના ટેન્કરને ચોરવાનો પ્લાન બનાવ્યો હતો.બનાસકાંઠાના ડીસા તાલુકાના નવા ગામે દૂધ મંડળીમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે.નવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મધરાત્રે દૂધ ચોરીની ઘટના સામે આવી હતી.
રૂ.15,200 દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
તસ્કરોએ ટેન્કર અને ઈકો કારમાં અંદાજે 336 લીટર દૂધ, કિંમત રૂ.15,200 ની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.ગ્રામજનોની સતર્કતાથી ચોરીનો પર્દાફાશ થતાં તસ્કરો વાહનો સ્થળ પર જ મૂકીને ફરાર થયા હતા. ટેન્કર અને ઈકો કારમાંથી દૂધ ભરેલા કેન મળી આવ્યા હતા.મંડળીના ચેરમેન દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમ દૂધ મંડળીને નિશાન બનાવી હતી. તેના પર પણ તપાસ થશે.
Breaking News : રાજકોટના ન્યારી ડેમમાં 2 મિનિટની રોલ બનાવવા યુવાનોએ જીવને જોખમમાં નાંખ્યો, જુઓ Video અહી ક્લિક કરો
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
