AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની કરાઈ ધરપકડ, ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું હતુ કારખાનું

અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ગઈકાલે ભયંકર બ્લાસ્ટની ઘટના બની હતી હવે આ બ્લાસ્ટ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી છે

Breaking News : અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની કરાઈ ધરપકડ, ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું હતુ કારખાનું
ahmedabad firecracker factory blast
| Updated on: Jul 19, 2026 | 1:27 PM
Share

અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ગઈકાલે ભયંકર બ્લાસ્ટની ઘટના બની હતી હવે આ બ્લાસ્ટ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ઘટના બાદથી ફરાર થયેલા મેહુલને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી.

બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા ઘટના સ્થળ પર હતો

સમગ્ર મામલાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા ઘટનાસ્થળે હાજર હતો. પોલીસે આ કેસમાં અગાઉ મેહુલ ડોડિયાની માતા રમીલાબેન ડોડિયા તેમજ તેના ભાગીદાર સાદિક સૈયદની પણ ધરપકડ કરી હતી.

ફટાકડાની ફેક્ટરીનું ખોટી રીતે રજિસ્ટ્રેશન

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ‘ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ’ નામથી ફટાકડાની ફેક્ટરીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જરૂરી લાઇસન્સ વિના જ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.

બીજી તરફ, બ્લાસ્ટના સ્થળે એફએસએલ (FSL)ની ટીમે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ફેક્ટરીમાં સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને બ્લાસ્ટનું ચોક્કસ કારણ શું હતું તે સહિતના તમામ પાસાઓની તપાસ તેજ કરી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

ફેક્ટરીના CCTV ફૂટેજ સામે આવ્યા

મળતી માહિતી મુજબ બ્લાસ્ટના લગભગ 100 મીટર દૂર આવેલી ફેક્ટરીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકની ફેક્ટરીઓમાં લાગેલા CCTV કેમેરા પણ અચાનક બંધ થઈ ગયા હતા. ફૂટેજમાં ધડાકાની અસરથી નજીકની ફેક્ટરીના બારીના કાચ તૂટી જતા જોવા મળે છે. બ્લાસ્ટનો જોરદાર અવાજ સાંભળતા આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. ધડાકાની તીવ્રતા એટલી વધુ હતી કે તેની અસર દૂર સુધી જોવા મળી હતી અને નજીકની અનેક ફેક્ટરીઓને પણ નુકસાન પહોંચ્યું હતું.

Breaking News : સુરતમાં ફરી વરસાદે સર્જી આફત ! સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">