Breaking News : પ્લેન ક્રેશ પહેલા પાયલોટે ATCને મોકલેલો અંતિમ સંદેશ આવ્યો સામે, ‘પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ”
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં સૌથી મોટી માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશ પહેલા પાયલટ દ્વારા મોકલાયેલો સંદેશ સામે આવ્યો છે. પાયલોટ દ્વારા ATCને મોકલાયેલ અંતિમ સંદેશ સામે આવ્યો છે. પાયલોટ સુમિત સભરવાલનો ઑડિયો મેસેજ સામે આવ્યો છે.

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં સૌથી મોટી માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશ પહેલા પાયલટ દ્વારા મોકલાયેલો સંદેશ સામે આવ્યો છે. પાયલોટ દ્વારા ATCને (Air Traffic Controller) મોકલાયેલ અંતિમ સંદેશ સામે આવ્યો છે. પાયલોટ સુમિત સભરવાલનો ઑડિયો મેસેજ સામે આવ્યો છે.
‘મેડે, મેડે, મેડે… થ્રસ્ટ નથી મળી રહ્યું’
અમદાવાદમાં 12 જૂનના રોજ પ્લેન ક્રેશની ઘટનામાં પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત થયા છે. પ્લેન ટેક ઓફ થવાની થોડી જ મિનિટોમાં ધડામ દઇને નીચે પડી ગયુ હતુ.ત્યારે પ્લેન નીચે પડતા પહેલાનો પાયલટ દ્વારા ATCને મોકલાયેલો અંતિમ સંદેશ સામે આવ્યો છે. પાયલોટ સુમિત સભરવાલના છેલ્લા શબ્દો મેડે, મેડે, મેડે… થ્રસ્ટ નથી મળી રહ્યું એવો સંદેશ મોકલ્યાનું સામે આવ્યુ છે. આ સાથે જ સુમિતે બીજા પણ થોડા શબ્દો કહ્યા હતા. જે સંદેશ મોકલ્યો તે શબ્દો સામે આવ્યા છે.
સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું. આ સમયે વિમાન કેપ્ટન સુમિત અને કમાન્ડર પીરલ ક્લાઇવ ઉડાડી રહ્યા હતા. પ્લેનની કમાન કેપ્ટન સુમિત સભરવાલ પાસે હતી, તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર પણ હતા.
સુમિત સભરવાલનો છેલ્લો સંદેશ
વિમાને અમદાવાદના રનવે 23 પરથી બપોરે 13:39 (0809 UTC) વાગ્યે ઉડાન ભરી હતી. પરંતુ, થોડીવાર પછી, ATC ને મેડે કોલ આપવામાં આવ્યો. પાયલોટ સુમિત સભરવાલનો છેલ્લો મેસેજ સામે આવ્યા છે. જેમાં તે બોલી રહ્યા છે કે ‘મેડે, મેડે, મેડે… થ્રસ્ટ નથી મળી રહ્યું. પાવર ઓછો થઈ રહ્યો છે, પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ.’
પરંતુ તે પછી વિમાને ATC તરફથી મળેલા કોલનો જવાબ આપ્યો નહીં. રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત જ, વિમાન એરપોર્ટની પરિમિતિની બહાર જમીન પર પડી ગયું. અકસ્માત સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. અંતિમ શબ્દો બાદ જ પ્લેન થઈ ક્રેશ ગયું હતું.
સુમિત સભરવાલ પાસે 200 કલાકનો LTC અનુભવ
મહત્વનું છે કે કેપ્ટન સુમિત સભરવાલ પાસે 200 કલાકનો LTC અનુભવ છે. જ્યારે પણ કોઈ ફ્લાઇટ ઉડે છે, ત્યારે તેમાં સામાન્ય રીતે બે પાઇલટ હોય છે, જેમાંથી એક કેપ્ટન હોય છે જે પ્લેન ઉડાવે છે. જે આ ફ્લાઇટમાં સુમિત સભરવાલ હતા. તેની સાથે, એક પાઇલટ ફર્સ્ટ ઓફિસર હોય છે, જે સામાન્ય રીતે જુનિયર પાઇલટ હોય છે. પાંચ વર્ષના અનુભવ પછી, ફર્સ્ટ ઓફિસરને કેપ્ટનના પદ પર બઢતી આપવામાં આવે છે.
ATC નું કામ શું છે?
ઉડ્ડયન ક્ષેત્રમાં, એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ની ભૂમિકા પાઇલટ જેટલી જ મહત્વપૂર્ણ છે. તેઓ મુખ્યત્વે સુરક્ષિત ટેકઓફ, લેન્ડિંગ અને ફ્લાઇટ દરમિયાન વિમાનોને માર્ગદર્શન આપે છે. તેઓ રડાર અને અન્ય તકનીકોનો ઉપયોગ કરીને વિમાનની સ્થિતિ પણ ટ્રેક કરે છે. તેઓ સમયાંતરે પાઇલટને સૂચનાઓ પણ આપતા રહે છે. તેમની ઓફિસને એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસ કહેવામાં આવે છે.
અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.