Ahmedabad : એરપોર્ટથી શહેરમાં ફરવા માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ, મુસાફરોને ભાડે સેલ્ફ ડ્રાઇવ કાર મળશે
અમદાવાદ એરપોર્ટ(Airport) પર આવ્યા બાદ મુસાફરોને રિક્ષા કે ટેક્સીની રાહ જોવી નહિ પડે. તેના બદલે અમદાવાદ આવતા બિઝનેસ પેસેન્જર કે પેસેન્જર એક બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે.
અમદાવાદ (Ahmedabad) SVPI એરપોર્ટ (Airport) મુસાફરોને લગતી સુવિધામાં વિશેષ ધ્યાન આપી રહ્યું છે. જેમાં મુસાફરોના ટીકીટ બુક કરાવવાથી લઈને મુસાફરી કરી પરત આવે અને એરપોર્ટ બહાર નીકળે ત્યાં સુધીની વાત હોય કે પછી એરપોર્ટ બહાર મુસાફરોને રીક્ષા કે કેબ સુવિધા પુરી પાડવાની વાત હોય. એરપોર્ટ તમામ ક્ષેત્રે ધ્યાન આપી રહ્યું છે. અને જરૂરી સુવિધા ઉભી કરી રહ્યું છે. જેમાં એરપોર્ટ દવારા વધુ એક સુવિધા મુસાફરોને લગતી ઉમેરી છે. અને તે છે રેન્ટ અ સેલ્ફ ડ્રાઇવ(Self Drive Car)
ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ રાખવામાં આવ્યા છે
એટલે કે મુસાફરો એરપોર્ટ પર આવ્યા બાદ રિક્ષા કે ટેક્સીની રાહ જોવી નહિ પડે. તેના બદલે અમદાવાદ આવતા બિઝનેસ પેસેન્જર કે પેસેન્જર એક બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે. જેમાં મુસાફરો એરપોર્ટ ઉપરથી કાર સેલ્ફ ડ્રાઇવંગ માટે ભાડે લઈ શહેરમાં કામ પતાવી એરપોર્ટ પરત આવી શકે છે. જ્યાં ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ રાખવામાં આવ્યા છે. જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને સુવિધાનો લાભ પણ લઈ શકે.
મળતી માહિતી પ્રમાણે જે સુવિધા રાખવામા આવી છે. તેમાં અલગ અલગ ભાડા રાખવામાં આવ્યા છે. જેમાં 8 કલાકનું ગાડીનું ભાડું 900 થી લઈને અલગ અલગ કલાકના 7 હજાર સુધી અલગ અલગ કારનું ભાડું રખાયું છે. તો તે સિવાય ડીઝલ પેટ્રોલ ખર્ચ ભાડે લેનાર ચાલકે ઉઠાવવાનું રહેશે. જે સામાન્ય વર્ગને કદાચ આ ખર્ચ ન પોસાય પણ જે પ્રીમિયમ મુસાફર છે તેઓને આ સુવિધા સારી પડી રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
એરપોર્ટ પર પાર્કિગ સમસ્યાને લઈને હાલ 10 કાર રખાઈ છે. પણ કુલ 60 જેટલી કાર આ સુવિધામાં રખાઈ છે. આ સુવિધા પરથી લાગી રહ્યું છે કે આગામી દિવસમાં અન્ય સુવિધા એરપોર્ટ પર જોવા મળી શકે તો નવાઈ નહિ.