AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નશાખોર યુવતીને 4 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાઇ

યુવતી ચાંદખેડાની રહેવાસી છે. છેલ્લા 6 માસથી ડ્રગ્સનો નશો કરી રહી છે. મૂળ કાશ્મીરની યુવતીએ અમદાવાદના (Ahmedabad) યુવક સાથે લગ્ન કર્યા હતા.

Ahmedabad: નશાખોર યુવતીને 4 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાઇ
ડ્રગ્સના જથ્થા સાથે યુવતીની ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: May 27, 2022 | 2:47 PM
Share

Ahmedabad: MD ડ્રગ્સનો નશો કરતી યુવતીને 4 ગ્રામના ડ્રગ્સના (Drugs) જથ્થા સાથે ઝડપી લેવાઇ છે. જુહાપુરાના ડ્રગ્સ પેડલર પાસેથી યુવતીએ ડ્રગ્સની ખરીદી કરી હતી. આ યુવતી ડ્રગ્સનું સેવન કરવાની સાથે વેચાણ પણ કરતી હતી. વસ્ત્રાપુર પોલીસે (POLICE) યુવતીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે કોણ છે આ મહિલા ડ્રગ્સ પેડલર. જાણવા માટે વાંચો આ અહેવાલ.

કોણ છે નશાખોર યુવતી અને ડ્રગ્સ પેડલર કેવી રીતે બની ?

વસ્ત્રાપુર પોલીસ કસ્ટડીમાં આવેલી મહિલા MD ડ્રગ્સનું સેવન કરતા GMDC ગ્રાઉન્ડ નજીકથી ઝડપાઇ ગઇ છે. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ યુવતી શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. પોલીસની ટીમે તપાસ કરતા તે MD ડ્રગ્સનું સેવન કરી રહી હતી. અને તેની પાસેથી 4 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. આ યુવતીનું નામ જ્યોતિકા ઉપાધ્યાય છે. આ યુવતીને ડ્રગ્સની ભારે લત હતી. જેથી ઘરેથી છુપાઈને ડ્રગ્સની ખરીદી કરીને MD ડ્રગ્સનું સેવન કરતી હતી. પરંતુ પોલીસની ચેકીંગમાં યુવતીનો ભાંડો ફૂટી ગયો. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી છે.

યુવતી કેવી રીતે ડ્રગ્સની હેરાફેરી કરતી ?

યુવતી ચાંદખેડાની રહેવાસી છે. છેલ્લા 6 માસથી ડ્રગ્સનો નશો કરી રહી છે. મૂળ કાશ્મીરની યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા. હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલમાં જીવવા યુવતી ડ્રગ્સના રવાડે ચઢી. અને ડ્રગ્સનો ખર્ચ ઉઠવવા ડ્રગ્સની પેડલર પણ બની. યુવતી જુહાપુરા અને જમાલપુરના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સની ખરીદી કરતી હતી. અને તેનું વેચાણ કરતી હતી. આ યુવતી પોતાના મિત્રો સાથે પણ ડ્રગ્સની પાર્ટી કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે.

વસ્ત્રાપુર પોલીસે MD ડ્રગ્સ કેસમાં યુવતીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.પોલીસે આ યુવતી સાથે અન્ય કોણ ડ્રગ્સ લેતા હતા તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે જુહાપુરા અને જમાલપુરના ડ્રગ્સ પેડલરોની શોધખોળ શરૂ કરી છે.

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">