Ahmedabad: ન્યુ મણિનગર વિસ્તારને મળ્યું પ્રથમ ગાર્ડન, નાગરિકોને મળી આ સુવિધા
ન્યુ મણિનગર વિસ્તારમાં આગામી દિવસમાં બગીચા સાથે મીની વન પણ સ્થાનિકોને મળી રહેશે જે વિસ્તારની શોભા વધારશે.
અમદાવાદ(Ahmedabad)શહેરના પૂર્વ વિસ્તારમાંથી ફરિયાદો ઉઠતી હતી કે તેમના વિસ્તાર પ્રત્યે ઓરમાયું ભર્યું વર્તન રખાઈ રહ્યું છે. તેમજ વિકાસના(Development)કામો કરવામાં આવતા નથી. ત્યારે ગુરુવારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના(Pradipsinh Jadeja) વિસ્તાર એવા વટવા વિધાનસભા વિસ્તારમાં આવેલ ન્યુ મણિનગર માં એક બગીચો(Garden)ને લોકાર્પિત કરવામાં આવ્યો છે.
ન્યુ મણિનગર પોલીસ ચોકી સામેની જગ્યા પર 11 હજાર વાર માં 1.12 કરોડના ખર્ચે બગીચો તૈયાર કરાયો. જેનું ગુરુવારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કરી બગીચો પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે તેમના વિસ્તારમાંથી મળેલી રજુઆત અને પૂર્વ વિસ્તારમાં વિકાસ થતો નથી તેવી વાતોને ખાળવા માટે આવા પ્રયાસો થઈ રહ્યા છે. જેનું આ એક જીવંત ઉદાહરણ છે.
શહેરમાં પૂર્વઝોનના રામોલ હાથીજણ વોર્ડમાં ન્યુ મણિનગર વિસ્તારનું આ પ્રથમ ગાર્ડન છે. જેનું ગુરુવારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ ગાર્ડનમાં વોક વે , ચિલ્ડ્રન એરિયા, જિમ એરિયા સહિતની સુવિધા રખાઈ જેથી સ્થાનિકોને વધુમાં વધુ સુવિધા મળી રહે.
બગીચા પાછળના વિસ્તારમાં મીની વન બનાવવામાં આવશે
જ્યારે ગૃહમંત્રીનું એ પણ માનવું છે કે આ વિકાસ કાર્યનો લાભ તમામ લોકોને થશે. જ્યારે બગીચા પાછળના વિસ્તારને amc દ્વારા લઈને ત્યાં મીની વન બનાવવામાં આવે જેથી એક ઓક્સિજન પાર્ક સ્થાનિકોને મળી રહે તેવી પણ ગૃહમંત્રીએ મેયરને જાણ કરી હતી. એટલે કે આગામી દિવસમાં બગીચા સાથે મીની વન પણ સ્થાનિકોને મળી રહેશે જે વિસ્તારની શોભા વધારશે.
તુલસી રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે સંસદ સભ્ય હસમુખ પટેલ. મેયર કિરીટ પરમાર. સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, સતાપક્ષ નેતા સહિત કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આ બગીચામાં જ્યાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તુલસી રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વસ્ત્રાલ ખાતે 4.46 કરોડના ખર્ચે સબ ઝોનલ ઓફિસ પણ તૈયાર કરાઈ છે. જેનું પણ ગૃહમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. જોકે તેમના જ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓ સ્વચ્છતા અને સારા રસ્તાથી વંચિત છે. જેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે જેથી ખરેખર લોકો સુધી યોગ્ય સુવિધા પહોંચે અને લોકોની અગવડતા દૂર થાય.
આ પણ વાંચો : Ahmedabad: બાળકના આંતરડા બહાર કાઢી સર્જરી કરી કાઢવામાં આવ્યા સ્ક્રુ, સિવિલ હોસ્પિટલના તબીબોએ કર્યુ જટીલ ઓપરેશન
આ પણ વાંચો : Indian Railways : હવે દરેક યાત્રા પહેલા તમારી ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ, જુઓ VIDEO