Ahmedabad : ભારત સરકારના Digital India અભિયાન અંતર્ગત આમદાવાદની પ્રતિષ્ઠિત M.J.Library હવે e-Library બની છે. ડીજીટલ લાઈબ્રેરીમાં પરિવર્તિત થયેલી એમ.જે. લાઈબ્રેરીનું આજે 1લી જૂનના રોજ અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને માનપાના સત્તાપક્ષના નેતાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું.
M.J.Library હવે e-Library બની
M.J.Library હવે e-Library બનતા ઇ-લાઇબ્રેરીમાં મેન્યુઅલ પ્રથા બંધ કરી દેવાઈ છે અને વાચકો આજ થી ઇ-લાઇબ્રેરી મારફતે લોકો પુસ્તકો વાંચી શકશે. વિશ્વના કોઈ પણ ખૂણે બેસી લોકો આ સુવિધાનો લાભ લઇ શકે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઇ-લાઇબ્રેરી નો લાભ લેવા લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે ફ્રી રહેશે. આ નવી સેવાથી ઓનલાઇન મેમ્બરશીપમાં સરલીકરણ અને જામીનદારોમાંથી મુક્તિ મળશે. એમ.જે ઇ લાઈબ્રેરીમાં Rfid નું અમલીકરણ પણ શરૂ થશે.
4 લાખથી વધુ પુસ્તકો ઓનલાઈન વાંચી શકાશે
e-Library બનેલી M.J.Library માં હવે 3700 કરતા વધુ ઇ-બુક્સ અને એમ.જે.લાઇબ્રેરીના 4 લાખ કરતા વધુ પુસ્તકો વાંચનરસિકો ઓનલાઈન વાંચી શકશે. લાભ મેળવવા માટે લોકોએ એમ.જે. લાઈબ્રેરીની વેબસાઈટ www.mjlibrary.in પર જવાનું રહેશે. તો સાથે જ ઓનલાઇન રિઝર્વેશન, રીન્યુ અને પેમેન્ટની પણ સુવિધા રખાઈ.
Glad to announce that iconic M J Library of Ahmedabad now has a digital avatar also.
Online membership
Book reservation
New reading room with eReaders & computers
RFID book tagging
Self check-in & returns
Online fine payment..& many more new features@Mukeshias@AmdavadAMC pic.twitter.com/PJcGnas2kg
— Nitin Sangwan (@nitinsangwan) June 1, 2021
M.J.Library માં ડીજીટલ સુવિધાઓમાં વધારો
હવે e-Library બનતા એમ.જે લાઈબ્રેરીમાં ડીજીટલ સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. લાઈબ્રેરીમાં CCTV અને ફ્રી વાઇફાઇ સુવિધા પણ રખાઈ છે. એટલે કે ઈન્ટરનેટ સાથે સેફટી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.એટલું જ નહીં પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કમ્પ્યુટર સિસ્ટમ અને ઇ-રીડરથી સજ્જ લેબ પણ બનાવવા આવી છે. તો વધુમાં વધુ વાચકો જાતે પુસ્તક ચેક ઇન-ચેક આઉટ કરી શકે તે માટે કેઓસ્ક મશીન પણ રાખવામાં આવ્યા છે. એટલે કે લાઇબ્રેરીમાં એન્ટર થઈને એક્ઝિટ થવા સુધી જે પણ અદ્યતન સુવિધા જોઈએ તે સુવિધા M.J.Library માં ઉપલધ કરવામાં આવી છે.
મહત્વનું છે કે હાલમાં લોકો મોબાઈલ વગર એક મિનિટ પણ દૂર રહી શકતા નથી ત્યારે આ પ્રકારની સુવિધા ઉભી થાય તો મોબાઈલથી ટેવાયેલા વધુને વધુ લોકો આ ઇ-લાઇબ્રેરીનો લાભ લઇ શિક્ષણક્ષેત્રે આગળ વધી શકે તે માટે પ્રયાસ કરાયો છે. જે આજ ના યુગમાં સમયની માંગ પણ છે.