AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગજરાજ થયો બેકાબૂ, ભક્તોમાં મચી નાસભાગ, જુઓ Video

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. તેમની સાથે વિવિધ ટ્રક અને ગજરાજ પણ રથયાત્રામાં સામેલ થયા છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા છે. જો કે ખાડિયામાં અચાનક જ એક ગજરાજ બેકાબૂ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.

Breaking News : અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગજરાજ થયો બેકાબૂ, ભક્તોમાં મચી નાસભાગ, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2025 | 2:12 PM

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. તેમની સાથે વિવિધ ટ્રક અને ગજરાજ પણ રથયાત્રામાં સામેલ થયા છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા છે. જો કે ખાડિયામાં અચાનક જ એક ગજરાજ બેકાબૂ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.

10 પેૈકી એક ગજરાજ થયો બેકાબૂ

ભગવાન જગન્નાથની રથયાત્રામાં 10 ગજરાજ જોડાયા છે. જેમાંથી એક ગજરાજ ખાડિયા પહોંચવા દરમિયાન અચાનક જ ભીડને જોઇને બેકાબૂ થઇ ગયો હતો. ગજરાજ લોકોને જોઇને અચાનક જ દોડવા લાગ્યો હતો. વધુ ઘોંઘાટના કારણે ગજરાજ બેકાબૂ થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.  જેને જોઇને ભગવાનના દર્શને આવેલા લોકો પણ ગભરાઇ ગયા હતા.

આ ઘટનામાં કોઇપણ નુકસાન પહોંચ્યુ નથી. જો કે થોડા સમય માટે જ્યારે ગજરાજ બેકાબૂ બન્યા ત્યારે ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

શું શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ થઇ જાય ?
વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભીડેના પરિવાર વિશે જાણો
Vadodara Richest Area : વડોદરાના સૌથી મોંઘા વિસ્તાર, અહીં રહે છે અમીર લોકો
ઘરમાં રહેલા TVને કોમ્પ્યુટર બનાવી દેશે Jio , કંપનીએ લોન્ચ કર્યું JioPC
શ્રાવણ મહિનામાં આ સ્થળોએ દીવા પ્રગટાવો, ભાગ્યના ખુલશે દ્વાર

જુઓ CCTV

રેલિંગ તોડીને અન્ય પોળમાં ઘુસી ગયો ગજરાજ

ગજરાજ ભીડને જોઇને બેકાબૂ થતા અન્ય પોળમાં ઘુસી ગયો હતો. તે રેલિંગ તોડીને અન્ય પોળમાં ઘુસી ગયો હોવાની માહિતી સામે આવી છે. જો કે તબીબોની ટીમે આ ગજરાજને કાબુમાં લઇ લીધો છે. ગજરાજને ઇન્જેક્શન આપીને તબીબોએ તેના પર કાબુ મેળવી લીધો છે. હાલ સમગ્ર સ્થિતિ કાબુમાં આવી ગઇ છે. જો કે આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રથયાત્રા સાથે જોડાયેલુ તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ.

રથયાત્રાને થોડી વાર માટે અટકાવી દેવાઇ

આ ઘટનાના પગલે થોડી વાર માટે રથયાત્રાને રોકી દેવામાં આવી હતી. લગભગ 10 મિનિટ જેટલા સમય માટે રથયાત્રા આ જ સ્થળે અટકી ગઇ હતી. ટ્રકોના પૈડા પણ થંભી ગયા હતા. જો કે તબીબો દ્વારા ગજરાજને કાબુમાં લઇ  લેવાતા આખરે સમગ્ર સ્થિતિ થાળે પડી છે અને તેના પહેલેથી નક્કી સમય મુજબ રથયાત્રા આગળ ધપી છે. બેકાબૂ ગજરાજને રથયાત્રામાંથી હટાવી દેવાયો છે.

Ahmedabad : જગતનો નાથ નીકળશે નગરચર્યાએ, આજે 27 જૂન, 2025 ના સમગ્ર દિવસના કાર્યક્રમો, રુટ અને A ટુ Z વ્યવસ્થા વિશે જાણવા અહીં ક્લિક કરો..

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">