Ahmedabad Breaking News : અમદાવાદમાં ડેન્ગ્યૂના કારણે ત્રણ દિવસમાં બેનાં મોત, 8 દિવસમાં ડેન્ગ્યૂના 110 પોઝિટિવ કેસ નોંધાયા

જો કે વરસાદ બાદનો રોગચાળાનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ડેન્ગ્યૂથી એક વ્યક્તિનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં ડેન્ગ્યૂથી 2 લોકોના મોત થયા છે. દસ દિવસની સારવાર બાદ એલજી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયુ છે.

Ahmedabad Breaking News : અમદાવાદમાં ડેન્ગ્યૂના કારણે ત્રણ દિવસમાં બેનાં મોત, 8 દિવસમાં ડેન્ગ્યૂના 110 પોઝિટિવ કેસ નોંધાયા
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 10, 2023 | 2:31 PM

Ahmedabad : ચોમાસાની (Monsoon 2023) ઋતુએ ગુજરાતમાંથી વિદાય લઇ લીધી છે. જો કે વરસાદ બાદનો રોગચાળાનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ડેન્ગ્યૂથી (Dengue) એક વ્યક્તિનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં ડેન્ગ્યૂથી 2 લોકોના મોત થયા છે. દસ દિવસની સારવાર બાદ એલજી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયુ છે.

આ પણ વાંચો-Amreli: ધારી તાલુકા પંચાયતના મહિલા સભ્યએ ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, ચેરમેન પદે નિમણુક ન થતા હતા નારાજ-Video

8 દિવસમાં ડેન્ગ્યૂના 110 પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદમાં ચોમાસા બાદ મછરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.ઑક્ટોબર મહિનાનાં એક જ અઠવાડિયામાં રોગચાળો બેકાબૂ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં સતત ડેન્ગ્યૂના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં શાહવાડી વિસ્તારના 26 વર્ષના પુરુષનું ડેન્ગ્યૂના કારણ મૃત્યુ થયુ છે. ડેન્ગ્યૂની લાંબી સારવાર બાદ આ વ્યક્તિનું મોત થયુ છે. છે 8 દિવસમાં ડેન્ગ્યૂના 110 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ
Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો
Desi Ghee : શું તમને ચહેરા પર ઘી લગાવવાના ફાયદા ખબર છે?
વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?

ચાર મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો

  • જુલાઈ – 201 કેસ
  • ઓગસ્ટ -805 કેસ
  • સપ્ટેમ્બર 708 કેસ
  • ઑક્ટોબર 110 કેસ

ડેન્ગ્યૂથી વધુ એક યુવકનું મોત

તાજેતરમાં અમદાવાદના નારોલના 26 વર્ષના યુવકને ડેન્ગ્યૂ થઇ ગયો હતો. જે પછી તેને એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન આ યુવકનું મોત થયુ છે. બે દિવસ પેહલા પણ ડેન્ગ્યૂથી એક બાળકીનું મોત થયું હતું. સીઝન દરમિયાન ડેન્ગ્યૂથી 3 દર્દીના મોત થયા છે.

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદમાં વકરેલા રોગચાળાના કેસની વાત કરીએ તો સાદા મેલેરિયાના 12 કેસ ,ઝેરી મેલેરિયાના 01 કેસ , ચિકન ગુનિયાનાનાં 05 કેસ નોંધાયા છે. તો પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. ઝાડા ઉલ્ટીનાં 90 કેસ ,કમળાના 23 કેસ, ટાઇફોઇડના 104 કેસ, કોલેરાના 05 કેસ નોંધાયા છે. ડબલ ઋતુને કારણે હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ વધ્યા છે. AMC અર્બન હેલ્થ સેન્ટરોમાં દરરોજ 2500ની ઓપીડી નોંધાઈ રહી છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">