‘સાહેબ, માફ કરશો આજે રીક્ષા નહીં ચાલે કારણ કે મારાં દેશના જવાનો શહીદ થયાં છે અને અમારુ સ્વમાન ઘવાયું છે’ , અમદાવાદ રિક્ષાચાલક યુનિયને પોતાની રિક્ષાના પૈડાં થંભાવીને આપી શહીદોને શ્રધ્ધાંજલિ
દેશમાં જવાનો શહિદ થયાં છે અને આખો દેશ હાલમાં શોકમાં ગરકાવ છે. મોટા માણસથી નાના માણસનો આજે દેશપ્રેમ જાગી ઉઠ્યો છે અને પોતાના રીતે બધા શહીદોને શ્રધ્ધાંજલિ આપી રહ્યાં છે. દરેકના ઘરની કમાણી પોતાના દિવસના કામ પર હોય છે. પુલવામા હુમલાના વિરોધમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આ ઘટનાને વખોડી કાઢી હતી અને દેશના જવાનો […]
દેશમાં જવાનો શહિદ થયાં છે અને આખો દેશ હાલમાં શોકમાં ગરકાવ છે. મોટા માણસથી નાના માણસનો આજે દેશપ્રેમ જાગી ઉઠ્યો છે અને પોતાના રીતે બધા શહીદોને શ્રધ્ધાંજલિ આપી રહ્યાં છે.
દરેકના ઘરની કમાણી પોતાના દિવસના કામ પર હોય છે. પુલવામા હુમલાના વિરોધમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આ ઘટનાને વખોડી કાઢી હતી અને દેશના જવાનો માટે ન્યાયની માગણી કરી હતી. રોજનું કમાઈને પોતાનું ગુજરાન ચલાવનારા રિક્ષા ચાલકોએ દેશના માનમાં પોતાની રિક્ષાના પૈડાં થંભાવી દીધા હતાં.
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે પોતાની રિક્ષા પર આજે મારાં દેશના જવાનો શહીદ થયાં છે તેથી રિક્ષા બંધ છે તેમ કહીને પોતાના દેશની પડખે રિક્ષાચાલકો ઉભા રહ્યાં હતાં. આખો દિવસ રિક્ષાની કતારો જોવા મળી અને પોતાની રીક્ષા પર ત્રિરંગો લગાવીને શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી. અગાઉના દિવસે પણ રિક્ષાચાલકો યુનિયન દ્વારા રેલી કાઢીને જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જ્યારે રિક્ષાચાલક પાસે કોઈ આવતું ત્યારે તેઓ કહે છે સાહેબ આજે રિક્ષા નહીં ચાલે કારણ કે મારા દેશના જવાનો શહિદ થયાં છે. અમારુ આજે સ્વમાન ઘવાયું છે. આજનો દિવસ અમે બંધ પાળીને શ્રધ્ધાજંલિ આપવા માગીએ છીએ. આમ 16 ફેબ્રુઆરીના રોજ પોતાની રિક્ષાનો કાફલો રિક્ષાચાલકોએ યુનિવર્સિટી બહારના રસ્તાં પર ખડકી દીધો હતો અને શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.
[yop_poll id=1544]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]