Ahmedabad Corona Update : IIM માં વધુ 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ, છેલ્લા 4 દિવસમાં 62 કેસ નોંધાયા

અમદાવાદ : IIM માં છેલ્લા ઘણા દિવસથી Corona ના કેસો વધી રહ્યાં છે.

| Updated on: Apr 04, 2021 | 4:44 PM

અમદાવાદ : Corona ની બીજી લહેરમાં દેશ સહીત રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે શૈક્ષણિક સંસ્થાનોમાં પણ દરરોજ કેરોનાના કેસો સામે આવતા જાય છે  અને કોરોના સંક્રમણ વધતું જાય છે. અમદાવાદની પ્રસિદ્ધ મેનેજમેન્ટ સંસ્થા IIM પણ કોરોનાના ભરડામાં ફસાઈ છે.

IIM માં વધુ 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ
શહેરની જાણીતી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ( IIM ) માં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના પીછો છોડતો નથી અને દરરોજ IIM કેમ્પસના વધુને વધુ લોકો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. શનિવારે IIMમાં નવા 11 કેસ નોંધાવા સાથે છેલ્લા ચાર દિવસમાં Corona ના 62 કેસ નોંધાયા છે. IIM કેમ્પસમાં એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે.IIMમાં કોરોનાથી સંક્રમિત થયેલા 2 વિદ્યાર્થીઓ રીકવર થયાના સામચાર પણ મળી રહ્યા છે.

IIMમાં કોરોના સંક્રમણ વધવાનું કારણ
IIM ના વિદ્યાર્થીઓને કોરોના થયો હોવા છતાં પરીક્ષામાં બેસવાનું હોવાથી કોરોનાથી સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓએ આ હકીકત છુપાવી હોવાને કારણે તે વિદ્યાર્થીઓ ‘સુપર સ્પ્રેડર’ બન્યા હતા અને આ વિદ્યાર્થીઓને કારણે IIM માં કોરોના વિસ્ફોટ થયો હતો. કોરોનાના કેસોમાં થઈ રહેલા સતત વધારાને પગલે IIM ના જૂના અને નવા કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા આ કેમ્પસમાં અને આસપાસા વિસ્તારોમાં RT PCR ટેસ્ટ કરવા સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે.

GTUમાં પણ કોરોના સંક્રમણ
હવે શૈક્ષણિક સંસ્થાનોમાં પણ કેરોનાના કેસો સામે આવતા જાય અને કોરોના સંક્રમણ વધતું જાય છે.IIM અમદાવાદની સાથે GTU પણ કોરોનાએ ભરડી લીધો છે. GTUમાં રજીસ્ટ્રાર સહીત 7 અધિકારીઓ, પ્રોફેસરો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા.

અમદવાદમાં છેલ્લા 24 કલાકમાં 646 નવા કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 3 એપ્રિલને શનિવારે અમદવાદમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 646 કેસ નોંધાયા હતા અને કોરોનાના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા પણ 1828 થઇ છે. અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કોઅમદાવાદ શહેરમાં Corona સંક્રમણ પર કાબુ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ વોર્ડમાં અને અનેક સ્થળોએ કોરોના રસીકરણની ઝુંબેશ શરુ કરવામાં આવી છે, જેમાં રસીકરણને રજા અને તહેવારના દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું છે.રોનાના લીધે 2310 લોકોનાં મૃત્યુ થયા છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 70,284 પર પહોંચી છે.

Follow Us:
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">