યુવરાજસિંહની ધરપકડ બાદ ટ્વિટર પર ‘યુવરાજને મુક્ત કરો, નહીંતર વોટ નહીં’ થઇ રહ્યુ છે ટ્રેન્ડ

સોશિયલ મીડિયા યુઝર્સ #ReleaseYuvrajsinh, #iSupportYuvrajsinh, #HuPanYuvrajsinh લખીને તેમને સમર્થન આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, કે ઇરાદાપૂર્વક યુવરાજસિંહની ધરપકડ થઇ છે. એ પણ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના 5 દિવસ પહેલા જ.

યુવરાજસિંહની ધરપકડ બાદ ટ્વિટર પર 'યુવરાજને મુક્ત કરો, નહીંતર વોટ નહીં' થઇ રહ્યુ છે ટ્રેન્ડ
Yuvrajsinh Jadeja (File Image)
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Apr 06, 2022 | 4:44 PM

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)ની ગાંધીનગર (Gandhinagar)માં ધરપકડ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody) માં મોકલાયા છે. યુવરાજસિંહ સામે પોલીસ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસ કરવાનો અને વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે કલમ 322 અને કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે યુવરાજસિંહના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ સોશિયલ મીડિયામાં (Social Media) યુવરાજસિંહના સમર્થનમાં લોકો આવ્યા છે. લોકો યુવરાજસિંહને મુક્ત કરાવવાની મુહિમ ચલાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ #ReleaseYuvrajsinh, #iSupportYuvrajsinh, #HuPanYuvrajsinh લખીને તેમને સમર્થન આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, કે ઇરાદાપૂર્વક યુવરાજસિંહની ધરપકડ થઇ છે. એ પણ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના 5 દિવસ પહેલા જ.

યુવરાજસિંહની ધરપકડ કરીને ભાજપ સરકાર આવનારી લોકરક્ષક અને બિનસચિવાલય પરીક્ષામાં પોતાના મળતીયાઓના સેટિંગ માટે મહાકૌભાંડ આચરવા જઈ રહી છે, યુવાનો જાગો હવે તો.

મહત્વનું છે કે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું કે- ગઈકાલે નિયમોનો ભંગ અને મંજૂરી ન હોવાથી આંદોલન કરી રહેલા વિદ્યા સહાયકોની અટકાયત કરાઈ હતી. તેમને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. જ્યાં યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા.આ દરમિયાન પોલીસ અને યુવરાજસિંહ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન વધુ પોલીસ આવતાં યુવરાજસિંહ કારમાં બેસી ગયા હતા. જે બાદ તેમણે પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમના પર આરોપ મુકાયો છે. જે મામલે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો-આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી ગાંધી આશ્રમથી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા, 1171 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચશે

આ પણ વાંચો-Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati