Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગરમાં ધરપકડ કરાઈ છે..યુવરાજસિંહ સામે પોલીસ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસ કરવાનો અને વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો આરોપ છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)ની ગાંધીનગર (Gandhinagar)માં ધરપકડ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody) માં મોકલાયો છે. યુવરાજસિંહ સામે પોલીસ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસ કરવાનો અને વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે કલમ 322 અને કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે યુવરાજસિંહના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. FSLના રિપોર્ટમાં જો કંઈ વાંધાજનક નીકળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું કે- ગઈકાલે નિયમોનો ભંગ અને મંજૂરી ન હોવાથી આંદોલન કરી રહેલા વિદ્યા સહાયકોની અટકાયત કરાઈ હતી. તેમને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. જ્યાં યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા.આ દરમિયાન પોલીસ અને યુવરાજસિંહ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન વધુ પોલીસ આવતાં યુવરાજસિંહ કારમાં બેસી ગયા હતા અને પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો ગાડી ન રોકાઈ હોત તો કોન્સ્ટેબલને ઈજા કે મૃત્યુ થવાની સંભાવના હતી.
પોલીસનું કહેવું છે કે યુવારજસિંહની કારમાં જ કેમેરા લગાવેલા છે. જેમાં તે બધુ રેકોર્ડિંગ કરે છે. પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસની ઘટના પણ તેના જ કેમેરામાં કેદ થઈ છે. પોલીસે કહ્યું કે તેનો મોબાઈલ અને રેકોર્ડ થયેલો વીડિયો તપાસ માટે FSLમાં મોકલી અપાશે અને પોલીસની કાર્યવાહી બાદ યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુવરાજસિંહને છોડવા માટે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલે છે પણ જ્યારે લોકો વીડિયો જોશે તો તેમને પણ સત્ય ખબર પડી જશે.
આ પણ વાંચો-
Surat : સહારા દરવાજા મલ્ટીલેયર રેલવે બ્રીજનું કામ 50 ટકા પૂર્ણ, અંતિમ તબક્કા માટે થઇ રહી છે કામગીરી
આ પણ વાંચો-