આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી ગાંધી આશ્રમથી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા, 1171 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચશે

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી ગાંધી આશ્રમથી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા, 1171 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 2:18 PM

કોંગ્રેસ (Congress )ની આઝાદી ગૌરવ યાત્રા શરૂ થતાં પહેલાં સાબરમતી ગાંધી આશ્રમ ખાતે યાત્રીઓ એકઠા થયા હતા જેમનું કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે આઝાદીના 75 વર્ષે યુવા પેઢીને યાદ તાજી કરાવવાનો પ્રયત્ન કરાશે.

આઝાદી (Independence) ના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ (Congress ) ની આઝાદી ગૌરવ યાત્રા યોજવા જઈ રહી છે. અમદાવાદ (Ahmedabad) માં સાબરમતી ગાંધી આશ્રમથી યાત્રાની શરૂઆત થશે અને 1171 કિમીનું અંતર કાપીને સાબરમતી ગાંધી આશ્રમ (Sabarmati Gandhi Ashram) થી દિલ્હી રાજઘાટ સુધી જશે. ગુજરાત (Gujarat) માં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાંથી પસાર થશે. ગુજરાતમાં સેવાદળ આ યાત્રાનું સંચાલન કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રધુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ પદયાત્રામાં 75 મુખ્યપદયાત્રી અને 125 સહપદયાત્રી જોડાશે. પદયાત્રીઓ રોજના 20 કિલોમીટર જેટલું ચાલશે. 10 દિવસના ગુજરાતના પ્રવાસમાં પદયાત્રીઓ 200 કિલોમીટરની યાત્રા કરશે. યાત્રી, મુસાફીર અને મહા મુસાફીર ત્રણ કેટેગરીમાં પદયાત્રીઓ જોડાશે.

કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા શરૂ થતાં પહેલાં સાબરમતી ગાંધી આશ્રમ ખાતે યાત્રીઓ એકઠા થયા હતા જેમનું કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે આઝાદીના 75 વર્ષે યુવા પેઢીને યાદ તાજી કરાવવાનો પ્રયત્ન કરાશે. યુવાઓ સુધી દેશના લડવૈયાઓની વાત લઈને જઈશું. દિલ્હી સુધી જતા આ યાત્રા 10 દિવસ ગુજરાતમાં ચાલશે.

નવસારીમાં દાંડી યાત્રાનું આયોજન કરાયું

બીજી બાજુ નવસારીમાં દાંડીયાત્રાના 92 વર્ષ નિમિતે જિલ્લા કોંગ્રેસ દ્વારા મટવાડથી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 6ઠ્ઠી એપ્રિલ બુધવારે મટવાડ શહિદ ચોકથી સવારે 9:30 વાગ્યે દાંડીયાત્રા શરૂ થવાની હોય કોંગ્રેસ જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલ અને કન્વિનર નરેશભાઈ વલસાડીયા, ધવલકીર્તિ દેસાઈએ જણાવ્યું હતું. તમામ લોકો સફેદ વસ્ત્રોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ યાત્રાને સફળ બનાવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી

આ પણ વંચોઃ Porbandar: માધવપુરમાં 10મી અપ્રિલથી પરંપરાગત મેળો યોજાશે, રુક્મિણી વિવાહમાં લોકો મહાલશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">