AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone : 48 વર્ષ બાદ જમીન પરથી દરિયામાં જઇને બનતુ વાવાઝોડું જોવા મળશે, 80 વર્ષમાં ગુજરાતમાં ચોથી વખત આવનાર આવુ વાવાઝોડુ જાણો કેમ ખાસ ?

હવામાન વિભાગે નવી આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાત પર ધીરે ધીરે આગળ વધી રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બની જશે. આગાહી પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ તો ગુજરાત પાસેના દરિયામાં આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું હશે.

Cyclone : 48 વર્ષ બાદ જમીન પરથી દરિયામાં જઇને બનતુ વાવાઝોડું જોવા મળશે, 80 વર્ષમાં ગુજરાતમાં ચોથી વખત આવનાર આવુ વાવાઝોડુ જાણો કેમ ખાસ ?
| Updated on: Aug 30, 2024 | 1:39 PM
Share

ગુજરાત પર હાલ વાવાઝોડાની ઘાત તોળાઇ રહી છે. કચ્છ પરથી જે ડીપ ડિપ્રેશન પસાર થઇ રહ્યું હતું. તે હવે વાવાઝોડામાં પરિવર્તિત થવા જઇ રહ્યુ છે અને આગામી કલાકોમાં આ વાવાઝોડુ કચ્છમાંથી પસાર થઇને દરિયામાં જશે. હાલ વરસાદે પહેલા જ વિનાશ વેર્યો છે. ત્યારે હવે વાવાઝોડાની આફતના કારણે ફફડાટ ફેલાયો છે.

દરિયાકાંઠા વિસ્તારોમાં 85 કિમીની ઝડપે ફુંકાશે પવન

હવામાન વિભાગે નવી આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાત પર ધીરે ધીરે આગળ વધી રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બની જશે. આગાહી પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ તો ગુજરાત પાસેના દરિયામાં આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું હશે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પરથી જે સિસ્ટમ ખૂબ ધીમે આગળ વધી રહી છે તે ડીપ ડિપ્રેશન છે. જે આગળ વધીને અરબી સમુદ્રમાં જશે અને દરિયામાં પહોંચ્યા બાદ તે વધારે તીવ્ર બનવાની સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં હાલ દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને દરિયાકિનારાના વિસ્તારો તથા બીજા વિસ્તારોમાં ખૂબ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.જો તે વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં 80 કિમીના ઝડપે પવન ફુંકાઇ શકે છે.

વરસાદની સિસ્ટમ થશે વાવાઝોડામાં પરિવર્તિત

બંગાળની ખાડીમાંથી લૉ-પ્રેશર એરિયા બનીને આગળ વધેલી આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવીને તીવ્ર બની હતી અને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. જે બાદ રાજસ્થાન પર પહોંચીને તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી. આ સિસ્ટમ ગુજરાત પર ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેને અરબી સમુદ્રમાંથી વિપુલ પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડ્યો છે.

48 વર્ષ બાદ જોવા મળશે આવુ વાવાઝોડુ

આવુ વાવાઝોડું ગુજરાતમાં 48 વર્ષ બાદ જોવા મળશે. મોટાભાગના વાવાઝોડા દરિયામાં જ ઉત્પન્ન થતા હોય છે, પરંતુ આ વાવાઝોડું એટલા માટે ખાસ ગણવામાં આવે છે કેમકે તે જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ પ્રકારનું વાવાઝોડું ગુજરાતમાં વર્ષ 1976માં સર્જાયુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 48 વર્ષ બાદ ફરી એકવાર જમીન પરથી દરિયામાં આવીને આ વાવાઝોડું બનશે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે 80 વર્ષમાં ગુજરાતમાં કૂલ 3 વાર આવા વાવાઝોડા આવ્યા છે. હવે ચોથી વાર આવુ વાવાઝોડું બનશે. વર્ષ 1944, વર્ષ 1964 અને વર્ષ 1976માં આ ઘટના બની હતી. હવામાન નિષ્ણાતો માટે આ વાવાઝોડું સંશોધનની તક બનશે. સંશોધન બાદ ભવિષ્યમાં આવી આપદા માટે એલર્ટમાં મદદ મળશે.

વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

હાલ આ સિસ્ટમ કચ્છના વિસ્તારો પર છે અને ત્યાંથી આગળ વધીને તે પાકિસ્તાન, કચ્છ અને સૌરાષ્ટ્ર પાસેના દરિયામાં જશે અને દરિયામાં ગયા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 28 ઑગસ્ટની રાત્રે આ સિસ્ટમ ખૂબ જ ધીમે આગળ વધી છે અને 6 કલાકમાં માત્ર 3 કિમી જેટલું આગળ વધી છે. હવે આ સિસ્ટમ 30 ઑગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તિત થશે.પહેલાં એવું અનુમાન હતું કે આ સિસ્ટમ 29 ઑગસ્ટના રોજ સવારે અરબી સમુદ્રમાં પહોંચી જશે, પરંતુ આગળ વધતા અટકી જવાને કારણે હવે એક દિવસ મોડી અરબી સમુદ્રમાં પહોંચશે.આ સિસ્ટમ આગામી બે દિવસો સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને તે ગુજરાતના દરિયાકિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો નથી.

ભારે પવન ફુંકાશે

જોકે, આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને પોરબંદર જિલ્લામાં પવનની ગતિ વધવાની સંભાવના દેખાઈ રહી છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે 30-31 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 55થી 65 કિમી પ્રતિકલાક અને વધીને 65 કિમી પ્રતિકલાક સુધી પહોંચે તેવી સંભાવના છે.

જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો અને અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધીને 75થી 80 કિમી પ્રતિકલાકની ઝડપ સુધી પહોંચે તેવી સંભાવના છે. એકાદ દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પવનની ગતિ 85 કિમી પ્રતિકલાકની ઝડપે પહોંચે તેવી સંભાવના છે.આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે કોઈ વળાંક લે તેવી સંભાવના નથી. જેના કારણે ગુજરાતને તેનો વધારે ખતરો રહેશે નહીં. પરંતુ પવનની ગતિ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ આજે દરિયામાં પહોંચી ગઈ હોત તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો તથા ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના હતી. જોકે, હાલ હજી એકાદ દિવસ સુધી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર રહેવાની હોવાથી આગામી બેથી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે..એટલે વાવાઝોડાથી ગુજરાતને ખાસ નુકસા નહીં થાય…જો કે આગામી દિવસોમાં સાવચેત જરૂર રહેવું પડશે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">