આમોદ તાલુકાના દોરા ગામમાં તકરારને શાંત પાડવાના પ્રયાસમાં એક યુવાને જીવ ગુમાવ્યો

ભરૂચના આમોદ(Amod) તાલુકાના દોરા ગામમાં તકરારને શાંત પાડવાના પ્રયાસમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે. નવી નગરી તકરાર કરી રહેલા પિતા-પુત્ર છોડાવવા પડેલ ૨૩ વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી કરપીણ હત્યા કરી નાખી હતી.

આમોદ તાલુકાના દોરા ગામમાં તકરારને શાંત પાડવાના પ્રયાસમાં એક યુવાને જીવ ગુમાવ્યો
આમોદ પોલીસ સ્ટેશન
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 19, 2021 | 7:41 PM

ભરૂચના આમોદ(Amod) તાલુકાના દોરા ગામમાં તકરારને શાંત પાડવાના પ્રયાસમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે. નવી નગરી તકરાર કરી રહેલા પિતા-પુત્ર છોડાવવા પડેલ ૨૩ વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી કરપીણ હત્યા કરી નાખી હતી.

આમોદ તાલુકાનાં દોરા ગામની નવી નગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે નગીન વસાવા અને તેઓના પુત્ર રાજેશ વસાવા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો ચાલી રહ્યો હતો તે દરમિયાન તેઓનાં ફળિયામાં જ રહેતા 23 વર્ષીય કિશન વસાવા પિતા-પુત્રને છોડાવવા માટે વચ્ચે પડયો હતો.કિશન વસાવા પિતા-પુત્રને અટકાવવા પ્રયાસ કરતા રાજેશ વસાવાએ ઉશ્કેરાઈ જઇ લાકડાના સપાટા મોઢા થતા માથાના ભાગે મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં કિશન વસાવા ઢળી પડ્યો હતો જેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયું હતું.

જંબુસર રેન્જના ડીવાયએસપી એ. જી. ગોહિલએ જણાવ્યું હતું કે કિશન પિતા – પુત્રને છોડાવવા પ્રયાસ કરતા રાજેશે પિતા સાથેની તકરાર પડતી મૂકી કિશન ઉપર હિચકારો હુમલો કરી નાખ્યો હતો જેમાં કિશનનું મોટ નીપજ્યું હતું. ઘટના બાદ આરોપી ફરાર છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખ્સેડવામાં આવ્યો હતો. આ તરફ આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આમોદ પોલીસે આરોપી વિરુધ્ધ હત્યા અંગેનો ગુનો નોધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">