Nursing Day: GCS હોસ્પિટલમાં નર્સિંગ દિવસની દર્દીઓની સાથે મળીને થઈ ખાસ ઉજવણી

|

May 12, 2021 | 6:31 PM

અત્યારે કોરોના વાઈરસની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવવા નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ કોરોના યોદ્ધા તરીકે ખુબ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

Nursing Day: GCS હોસ્પિટલમાં નર્સિંગ દિવસની દર્દીઓની સાથે મળીને થઈ ખાસ ઉજવણી

Follow us on

દર વર્ષે 12 મેના રોજ ફ્લોરેન્સ નાઈટિંગલના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય નર્સિંસ ડેની ઉજવણી કરવામાં આવે છે. અત્યારે કોરોના વાઈરસની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવવા નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ કોરોના યોદ્ધા તરીકે ખુબ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં નર્સોએ દર્દીઓ સાથે મળીને આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

નર્સોને પ્રોત્સાહિત કરવા તેમજ કોવિડના દર્દીઓને પણ તણાવમુક્ત રાખવા માટે કોવિડ વોર્ડ્સમાં અંતાક્ષરી, પ્રાણાયામ, યોગા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓ પણ નર્સોની સાથે મળીને ભાગ લીધો હતો. નર્સિંગ ટીમના ઉત્સાહને જોઈ અને આ એકટીવિટીઓમાં ભાગ લઈ દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. જે દર્દીઓ રમી ન શકતાં હતા, તેવા દર્દીઓએ પણ આ કાર્યક્રમ નિહાળીને આનંદ લીધો હતો.

 

 

દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે નર્સો દ્વારા આ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલના કોવિડ વિભાગમાં હાલ સુધીમાં 7000થી વધુ કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેમાં 285થી વધારે નર્સોએ ડ્યુટી કરી છે. નર્સિસ દર્દી અને ડોક્ટર વચ્ચેની ખૂબ જ મહત્વની કડી છે, જેઓ 24 કલાક દર્દીઓની સેવામાં હોય છે, આથી નર્સિસને દર્દી પોતાની મૂંઝવણ વિના સંકોચ જણાવતા હોય છે.

 

 

કોરોના સંક્રમિતની પડખે જ્યારે હોસ્પિટલમાં તેના કોઈ સ્વજનો પરિજનો નથી હોતા ત્યારે નર્સો દર્દીના આત્મીયજનની જેમ સારસંભાળ રાખે છે, તે બદલ દર્દીઓએ પણ નર્સોને તેમની સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જીસીએસ હોસ્પિટલે NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રીલેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજસેવાના ઉદ્દેશ સાથે જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવાદરે નિદાનથી લઈ સારવાર આપવા કાર્યરત છે.

 

Next Article