ગુજરાતમાં આજે કોરોનાના 9,941 કેસ નોંધાયા, 4ના મોત
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસને દિવસે વિકટ બની રહી છે. રાજયમાં આજે કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ શહેરમાં 3843 સૌથી વધારે કેસ નોંધાયા છે. અને સુરતમાં 2505 કેસ નોંધાયા છે. વડોદરામાં 776 કેસ અને રાજકોટમાં 319 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં (Gujarat) કોરોનાની (Corona) સ્થિતિ દિવસને દિવસે વિકટ બની રહી છે. રાજયમાં બુધવારે કોરોનાના 9,941 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં 3843 સૌથી વધારે કેસ નોંધાયા છે. અને (surat) સુરતમાં 2505 કેસ નોંધાયા છે. વડોદરામાં 776 કેસ અને રાજકોટમાં 319 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં મહિનાઓ બાદ એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના કુલ 9 હજાર 941 કેસ નોંધાયા છે. તો 3 હજાર 449 દર્દી સાજા પણ થયા છે. અમદાવાદમાં કોરોનાનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 હજાર 843 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં કોરોનાનો આંકડો પચીસ સોને પાર પહોંચી ગયો છે. એક દિવસમાં સુરતમાં 2 હજાર 502 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 776, રાજકોટ શહેરમાં 319 પોઝિટિવ દર્દી મળ્યાં. જ્યારે ગાંધીનગરમાં એક દિવસમાં 150 કેસ નોંધાયા છે.
રાજ્યના મહાનગરો સિવાય પણ કોરોનાનો ચેપ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં 265, વલસાડમાં 218, ભરૂચમાં 217, નવસારીમાં 147, ભાવનગરમાં 130, કચ્છમાં અને મોરબીમાં 102 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આણંદમાં 98, ગાંધીનગર ગ્રામ્યમાં 94, ખેડામાં 94 કેસ નોંધાય છે. બીજી તરફ રાજ્યમાં એક દિવસમાં ચાર લોકોનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં કોરોનાના 43 હજાર 726 એક્ટિવ કેસ છે. જે પૈકી 43675 દર્દી સ્ટેબલ અને 51 દર્દી વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ રોજ નવા રેકોર્ડ બનાવી લોકો અને તંત્રની ચિંતા વધારી રહ્યો છે.અમદાવાદ શહેરમાં 3 હજાર 883 નવા કેસ નોંધાયા. જ્યારે 1637 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 61 નવા કેસ સામે આવ્યા. જ્યારે 27 કોરોના દર્દી સારવાર બાદ સ્વસ્થ પણ થયા.
સુરતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ, એક જ દિવસમાં 2505 કેસ નોંધાયા, 2 મોત
આજે સુરતમાં રેકોર્ડ બ્રેક 2505 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં બે દર્દીઓનામોત ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સુરતમાં સૌથી વધારે આજે 2505 કેસ નોંધાયા છે. જેમાં વરાછા એ ઝોનમાં 515 કેસ, વરાછા બી ઝોનમાં 185, રાંદેર ઝોનમાં 413, સેન્ટ્રલ ઝોનમાં 111, કતારગામ ઝોનમાં 448, લિંબાયત ઝોનમાં 182,ઉધના ઝોન એમાં 202 , ઉધના ઝોન બી માં 40 અને અઠવા ઝોનમાં 409 કેસ નોંધાયા છે.આ સાથે હોસ્પિટલમાં એક્ટિવ દર્દીની સંખ્યા પણ વધી ને 204 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં 1518 બેડની સામે 71 દર્દીઓ દાખલ છે જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 941 બેકની સામે 22 દર્દીઓ દાખલ છે.
સુરત શહેરમાં જે 2505 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે ગઈ કાલ કરતાં 26 ટકા વધારે છે. છેલ્લે 24 એપ્રિલ 2021 ના રોજ 2321 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે કોરોના પેંડેમીકમાં અત્યાર સુધી સૌથી વધારે હતા.જોકે તેના કરતાં આજે રેકોર્ડ બ્રેક 184 કેસો વધારે સામે આવ્યા છે. સુરત શહેરમાં 11923 એક્ટિવ કેસ છે. જેમાં મોટાભાગના કેસોમાં દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.
આજે શહેરમાં બે મૃત્યુ નોંધાયા છે જેમાં 35 વર્ષીય યુવાન જ્યારે 70 વર્ષીય વૃદ્ધ નો સમાવેશ થાય છે. સુરત શહેરમાં છેલ્લે એક જુનના રોજ બે મૃત્યુ થયા હતા. ત્યારબાદ આજે 221 દિવસ બાદ બે મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચો : અમિત શાહ ઉત્તરાયણના રોજ ગુજરાત આવી શકે છે. પરિવાજનો સાથે ઉજવશે તહેવાર
આ પણ વાંચો : અમદાવાદ અને સુરતની બજારોમાં પતંગ રસિકો ખરીદી માટે ઉમટયા, કોરોના ગાઇડલાઇનનો ભંગ