અમદાવાદ અને સુરતની બજારોમાં પતંગ રસિકો ખરીદી માટે ઉમટયા, કોરોના ગાઇડલાઇનનો ભંગ

અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા, રાયપુર, બાપુનગર અને સૈજપુર સહિતના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અને, પતંગ ખરીદી માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. લોકોની ભીડને કારણે પતંગના વેપારીઓમાં ખુશાલીનો માહોલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 7:02 PM

ઉત્તરાયણનો (Uttarayan) તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમતેમ પતંગ (Kite) રસિકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. અને, પતંગ રસિકો બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યાં છીએ. ઉતરાયણનો તહેવાર એટલે અમદાવાદીઓનો મનપંસદ તહેવાર, અને, આ તહેવારને (Ahmedabad) અમદાવાદીઓ મન મુકીને માણવા માગે છે. ત્યારે ઉતરાયણની ખરીદી માટે હાલ અમદાવાદ શહેરની બજારોમાં ભીડનો માહોલ છવાયો છે. ઉતરાયણના તહેવારને બે દિવસ બાકી છે ત્યારે લોકો મન ભરીને ખરીદી કરતા નજરે પડયા છે. શહેરની મુખ્ય પતંગ બજારોમાં હાલ ભરચક ભીડ છવાઇ છે.

અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા, રાયપુર, બાપુનગર અને સૈજપુર સહિતના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અને, પતંગ ખરીદી માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. લોકોની ભીડને કારણે પતંગના વેપારીઓમાં ખુશાલીનો માહોલ છે. નોંધનીય છેકે આ વરસે પતંગ અને દોરીના ભાવમાં વધારો હોવા છતા લોકો સારી એવી ખરીદી કરી રહ્યાં છે.જોકે આ તમામ વચ્ચે કોરોના (Corona) ગાઇડલાઇનનો સંદતર અભાવ જોવા મળ્યો છે.

સુરતની બજારોમાં પણ હાલ આ જ માહોલ જોવા મળી રહ્યો છે. ઉતરાયણને લઇને પતંગ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. સૌથી જુના પતંગબજાર ડબઘરવાડમાં ખરીદી માટે પતંગરસિકોની પડાપડી જોવા મળી રહી છે. જોકે આ તમામ વચ્ચે કોરોના ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો છે. અને, સોશિયલ ડિસ્ટન્સિંગ વગર પતંગરસિકો ખરીદી માટે ઉમટ્યા છે. જોકે આ વરસે પતંગ અને દોરીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. પરંતુ, ખરીદીમાં કોઇ અસર જોવા મળી નથી. ગયા બે વર્ષ કરતા આ વરસે સૌથી સારી ખરીદી જોવા મળી છે.

આ પણ વાંચો : જેઠા ભરવાડ પર ગેરકાયદે બાંધકામનો આરોપ “વનવિભાગની જમીન પચાવી મકાન બનાવ્યું”

આ પણ વાંચો :  Ahmedabad: ઓઢવમાં મહિલા સાથે દુષ્કર્મ, મહિલાએ પ્રતિકાર કરતા કર્યો હુમલો, પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડ્યા

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">