અમિત શાહ ઉત્તરાયણના રોજ ગુજરાત આવી શકે છે. પરિવાજનો સાથે ઉજવશે તહેવાર

દર વર્ષની જેમ આ વખતે પણ અમિત શાહ અમદાવાદમાં પોતાના પરિવારજનો અને સમર્થકો સાથે ઉત્તરાયણ ઉજવે તેવા સંકેત મળી રહ્યા છે. કોરોના સંક્રમણ અને સરકારની ગાઈડલાઈને કારણે તેઓ માત્ર પરિવારજનો સાથે જ ઉત્તરાયણ ઉજવે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 7:04 PM

દર વર્ષની જેમ આ વખતે પણ અમિત શાહ (Amit Shah) અમદાવાદમાં પોતાના પરિવારજનો અને સમર્થકો સાથે ઉત્તરાયણ (Uttarayan) ઉજવે તેવા સંકેત મળી રહ્યા છે. હજુ આ બાબતની સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી પણ તે ગુજરાત આવશે તેવી માહિતી અત્યારે મળી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહ ઉત્તરાયણના દિવસે અમદાવાદ (Ahmedabad) આવે તેવી શક્યતા છે. ઉત્તરાયણના પર્વે તેઓ તામિલનાડુ જવાના હતા પણ તેમનો આ પ્રવાસ રદ થયો હોવાની જાણકારી મળી રહી છે જેથી હવે તે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવે તેની પૂરેપુરી શક્યતા છે.

દર વખતે તેઓ રાણિપ અથવા ચાંદલોડિયામાં પોતાના સમર્થકો સાથે અને પરિવારજનો સાથે ઉત્તરાયણ ઉજવતા હોય છે. આ સિલસિલો આ વખતે પણ યથાવત રહેશે તેવા સંકેત મળી રહ્યા છે. જોકે કોરોના (Corona) સંક્રમણ અને સરકારની ગાઈડલાઈને કારણે તેઓ માત્ર પરિવારજનો સાથે જ ઉત્તરાયણ ઉજવે તેવી સંભાવના છે.

અમિત શાહ જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે રાજકીય હલચલ વધી જાય છે. ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને પ્રદેશ ભાજપના તેમનું આગવું સ્થાન છે. પણ આવખતે તેઓ કોઈ રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં તેવા પણ સંકેત મળી રહ્યા છે. આ મુલાકાત તેમના ખાનગી મુલાકાત હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ કેબિનેટની બેઠકઃ 1000 નવી ST બસો ખરીદાશે, અમદાવાદ સુરત 8 લેન બનાવાશે

આ પણ વાંચોઃ ઉત્તરાયણના દિવસે 3,700થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતાઃ જોઈએ રાજ્યભરમાં 108ની ટીમ કેવી રીતે રહેશે એલર્ટ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">