Breaking News : સુરત કામરેજના અંત્રોલી નજીક અકસ્માતમાં 4 લોકોના મોત, અન્ય એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

અકસ્માતમાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. અન્ય 1 ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. ઘટનાને લઈ કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Breaking News : સુરત કામરેજના અંત્રોલી નજીક અકસ્માતમાં 4 લોકોના મોત, અન્ય એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 1:04 PM

સુરતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 4 લોકોના કરૂણ મોત થયા છે. સુરત કામરેજના અંત્રોલી નજીક અકસ્માત થયો છે. જેમાં 4 લોકોના મોત થયા છે. પિકઅપ ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પા ચાલકે ડિવાઈડર કુંદાવી સામેથી આવતા બાઇક ચાલકોનેઅડફેટે લીધા હતા. અકસ્માતમાં અન્ય 1 ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. ઘટનાને લઈ કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કામરેજ નજીક અંત્રોલી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેકાબૂ ટેમ્પોના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ડિવાઈડર કુદીને બાઈકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. આ સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અંત્રોલી ગામ પાસે પુરપાટ આવતો ટેમ્પો ડિવાઇડર કુદી ગયો હતો અને સામેથી આવતા બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. આ દર્દનાક અકસ્માતમાં બે અલગ-અલગ બાઇક સવારોમાં કુલ ચાર વ્યક્તિના મોત થયા છે. ઘટનામાં એક દંપતીનું પણ મોત થયું છે.

અકસ્માતમાં રાહદારી પણ આવ્યો અડફેટે

સુરતના પુણાનો પરિવાર ગઇકાલે બાઇક પર ફાર્મ હાઉસ પર આવ્યો હતો. જે ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન માર્ગમાં એક પીક અપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે પછી પીક અપ વાનનું ટાયર ફાટ્યુ હતુ અને પીક અપ વાન ડિવાઇડર સાથે ટકરાઇ હતી. જે પછી પીક અપ વાન ડિવાઇડરની બીજી તરફ ફંગોળાઇને બાઇક ચાલક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર દંપતીને કાળ ભરખી ગયો છે. તો અન્ય બે લોકોના પણ મોત થયા છે.

એટલુ જ નહીં આ અકસ્માતમાં એક રાહદારી પણ અડફેટે આવ્યો હતો. આ રાહદારી પણ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે કામરેજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

g clip-path="url(#clip0_868_265)">