Rajkot: એક જ પરિવારના 15 સભ્યોએ કોરોનાને આપી મહાત, 22 લોકોના પરિવારમાં 15 લોકો થયા હતા કોરોના સંક્રમિત

રાજકોટમાં એક પરિવારે કોરોનાને મહાત આપી છે. એક વર્ષના બાળકથી લઈને 68 વર્ષના વડીલ સુધીના પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ થયા હતા.

| Updated on: May 03, 2021 | 1:18 PM

રાજકોટમાં એક પરિવારે કોરોનાને મહાત આપી છે. જેમ્સ એન્ડ જવેલરીમાં મોટું નામ ધરાવતા પ્રવીણ વૈદ્યના પરિવારની આ અનોખી કહાની છે. 22 લોકોના પરિવારમાં 15 લોકો એકસાથે કોરોનાથી સંક્રમિત થયા હતા. દર બે દિવસે એક બાદ એક સભ્ય કોરોનાથી સંક્રમિત થયા હતા.

એક વર્ષના બાળકથી લઈને 68 વર્ષના વડીલ સુધીના પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ થયા હતા. પરિવારના ચાર સભ્યો તો ડાયાબિટિસ, કેન્સર અને અસ્થમા દર્દી હતા. પરિવારે એકમેકનો સાથ અને સહકાર આપી કોરોનાને હરાવ્યો છે. ભરપુર હૂંફ અને હકારાત્મક અભિગમને લઈ પરિવારના તમામ સભ્યો સાજા થયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">