Women’s Day 2022: અનુપમા અને ઈમલી સહિત ટીવીની આ 5 વહુઓને ‘પાવરફુલ લેડીઝ’નું ટેગ મળ્યું છે
આઝાદ ભારતમાં ઘણી વખત મહિલાના અધિકારીઓ અને તેમના હિત અંગે વાત કરતાં રહીએ છે. એટલું જ નહીં દેશમાં મહિલાના સમ્માન, પ્રશંસા અને તેમના પ્રતિ પ્રેમ વ્યક્ત કરવા માટે 8 માર્ચે મહિલા દિવસ અને આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ જેવા દિવસોની ઉજવણી પર કરવામાં આવે છે

Women’s Day 2022: આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 (International Women’s Day 2022)ની ઉજવણી કરવામાં આવી રહી છે. જો જોવામાં આવે તો આજના સમયમાં મહિલાઓ દરેક સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે અને તેમના તમામ અધિકારો જાણે છે. એક વર્ગ એવો પણ છે જ્યાં લોકો પોતાના અધિકાર માટે લડતા જોવા મળે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2022)ના ખાસ અવસર પર, અમે ટીવી સિરિયલોની તે મુખ્ય અભિનેત્રીઓનો ઉલ્લેખ કરીશું જેમણે કોઈને કોઈ સમયે લોકોને હિંમત આપવાનું કામ કર્યું છે.
Anupama-Rupali Ganguly
અનુપમા માત્ર ટીઆરપી લિસ્ટમાં જ રાજ નથી કરી રહી પરંતુ લોકોના દિલમાં પણ તેણે ખાસ જગ્યા બનાવી છે. રૂપાલી ગાંગુલીએ આ પાત્રમાં એવો જીવ આપ્યો છે જેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. પરિવાર અને અન્યોની ખુશી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર અનુપમા ક્યારેય પોતાના માટે જીવી ન હતી. પરંતુ કહેવાય છે કે હજુ મોડું થયું નથી. અનુપમાનું પણ એવું જ છે. હવે તે એ પણ જાણે છે કે કેવી રીતે પોતાના અધિકારો માટે લડવું અને કોઈ પણ ડર વિના બીજાના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવવો.
View this post on Instagram
Preeta-Shraddha Arya
કુંડળી ભાગ્ય (Kundali Bhagya) ની પ્રીતાને પહેલીવાર જોઈને એવું લાગશે કે તેની દુનિયા માત્ર પતિ અને પતિની આસપાસ જ ફરે છે પણ એવું નથી. જ્યારે પણ પ્રીતાના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો છે, ત્યારે તેણીએ આગળ આવીને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે.
View this post on Instagram
Imlie-Sumbul Touqeer Khan
સિરિયલ ઈમલીની વાર્તા એક ગામડામાંથી દિલ્હી આવેલી છોકરીની આસપાસ વણાઈ હતી. મોટા શહેરમાં પોતાની જાતને એકલી લાગતી ઈમલી અનેક પ્રસંગોએ તૂટી ગઈ પણ તેણે ક્યારેય હાર ન માની. આજે પોતાની મહેનત અને સમર્પણના આધારે તેણે એવી ઓળખ બનાવી છે કે દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરે છે. આવા પાત્રો તમને વાસ્તવિક જીવનમાં પણ જોવા મળશે.
View this post on Instagram
Sai Ayesha Singh
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ની સાઈ પણ પોતાના હક માટે આખા પરિવારની વિરુદ્ધ જતા અચકાતી નથી. સાઈએ ઘણા પ્રસંગોએ અન્ય લોકો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો અને લોકોને તેમના અધિકારો માટે લડવાનું પણ શીખવ્યું છે.
View this post on Instagram
Saumya-Rubina Dilaik
જો કે ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’ સીરિયલ હવે બંધ થઈ ગઈ છે, પરંતુ રૂબીના દિલાઈકના કિન્નર વહુનું પાત્રને ક્યારેય ભૂલી શકાય નહીં. સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ સૌમ્યાએ જે પ્રકારના કપરા સમયનો બહાદુરીથી સામનો કર્યો છે.તે પ્રશંસનીય છે.
View this post on Instagram
આ પણ વાંચો : UP Elections 2022: ખેડૂત નેતા નરેશ ટિકૈતની ચેતવણી, મતગણતરીમાં ગેરરીતિ થશે તો વાતાવરણ બગડશે, વહીવટીતંત્ર જવાબદાર રહેશે