‘ચીકુ કી મમ્મી દૂર કી’ના આગામી પ્રોમોમાં શું નીતુ કપૂર ચમકશે? જાણો
ચીકુ કી મમ્મી દુર કીના નિર્માતાઓ આ શોને હિટ અને લોકપ્રિય બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. છેલ્લે મિથુન ચક્રવર્તી સ્ટારર શોનો પ્રોમો આવી ગયો હતો અને હવે એક અન્ય દિગ્ગજ શોનો પ્રોમો લાવવા જઈ રહ્યા છે.
‘ચીકુ કી મમ્મી દુર કી’ (chikoo Ki Mummy Dur Ki) તેના તાજેતરના લોન્ચિંગથી જ પ્રેક્ષકોને તેમની સીટ પર જોડાયેલા રાખે છે. આ શોમાં એક પ્રભાવશાળી અને આકર્ષક વાર્તા છે, જે માતા-પુત્રીની જોડીના દિલોને સ્પર્શી લેવા વાળા સંબંધ વિશે છે, જે નૃત્ય પ્રત્યે ઉત્સાહ ધરાવતી હોય છે. તાજેતરમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)એ ચીકુ કી મમ્મી દૂર કીના ખાસ પ્રોમો સાથે ગ્લેમરસ એન્ટ્રી કરી હતી અને હવે જો ઈન્ડસ્ટ્રીના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આગામી પ્રોમોમાં વધુ એક પીઢ સ્ટાર આવી શકે છે.
ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્માતાઓ તેમના આગામી પ્રોમો માટે બોલિવૂડના દિગ્ગજ નીતુ કપૂર (Neetu Kapoor)ને જોડવાની યોજના બનાવી રહ્યા છે. જો આવું થાય તો તે ખરેખર અભૂતપૂર્વ હશે. ઈન્ડસ્ટ્રીના એક સૂત્ર મુજબ ‘નીતુ કપૂર ખરેખર એક લેજેન્ડ છે! વર્ષોથી તેમના આકર્ષણ અને અભિનય કુશળતાએ તેમને દર્શકોના હૃદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આપણે બધા જાણીએ છીએ કે શોમાં મિથુન સરની એન્ટ્રીએ કેવી રીતે જાદુ ઉભો કર્યો છે અને મેકર્સ આ કદમથી બીજો ધડાકો કરવાની યોજના બનાવી રહ્યા છે. તાજેતરની ચર્ચા મુજબ નિર્માતાઓ મોટેભાગે નીતુ જીને કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે, જો કે હજી બાબતોને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.
કપિલ શર્મા શોમાં જોવા મળ્યા હતા
નીતુજી તાજેતરમાં ધ કપિલ શર્મા શોમાં જોવા મળ્યા હતા. તે પુત્રી રિદ્ધિમા સાથે શોમાં આવ્યા હતા. બંને માતા અને પુત્રીએ સાથે મળીને ખૂબ મજા કરી. તે જ સમયે નીતુએ દરેક વિશે ઘણા ખુલાસા કર્યા હતા. નીતુએ રિદ્ધિમાને ખડુસ ગણાવી હતી. જ્યારે રણબીરને કોમલ દિલનો.
નીતુની ફિલ્મ
નીતુ હવે ફિલ્મ જુગ જુગ જીયોમાં જોવા મળશે. આ ફિલ્મમાં નીતુ સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. નીતુએ શૂટિંગ સમયે સેટ પરથી ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઋષિ કપૂરના મૃત્યુ પછી નીતુની આ પહેલી ફિલ્મ છે. આ પહેલા તે ઋષિની સંભાળ રાખવામાં રોકાયેલી હતી.
જ્યારે ઋષિ ન્યુયોર્કમાં સારવાર હેઠળ હતા, ત્યારે તે આખો સમય તેમની સાથે રહ્યા. તાજેતરમાં જ કપિલના શોમાં નીતુએ કહ્યું હતું કે શો મસ્ટ ગો ઓન. ઋષિ પણ ઈચ્છતા હતા કે હું આગળ કામ કરું અને ખુશ રહું. નીતુ છેલ્લે વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ બેશરમમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’થી લઈને ‘અટેક’ સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો
આ પણ વાંચો :- Matrix 4: ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થઈ રહ્યું છે પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ટ્રેલર