ઓહ..તો આ બીમારીના કારણે થયું દંગલ ગર્લ સુહાનીનું મોત! પિતાએ કર્યો ખુલાસો

ફિલ્મ 'દંગલ'ની ચાઈલ્ડ આર્ટિસ્ટ સુહાની ભટનાગરનું ગઈકાલે નિધન થયું છે. આમિર ખાનની ટીમ અને ફિલ્મની સ્ટાર કાસ્ટે સોશિયલ મીડિયા પર સુહાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. માત્ર 19 વર્ષની ઉંમરે સુહાનીએ દુનિયાને અલવિદા કહી દીધું. હવે સુહાનીના પિતાએ તેની બીમારીનો ખુલાસો કર્યો છે.

ઓહ..તો આ બીમારીના કારણે થયું દંગલ ગર્લ સુહાનીનું મોત! પિતાએ કર્યો ખુલાસો
Dangal Actor Suhani Bhatnagar Died
Follow Us:
| Updated on: Feb 18, 2024 | 12:20 PM

આમિર ખાનની ફિલ્મ દંગલની બાળ કલાકાર સુહાની ભટનાગરના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. માત્ર 19 વર્ષની વયે સુહાનાનું નિધન થયું છે. દંગલની આખી સ્ટાર કાસ્ટ આ સમાચાર સાંભળી ચોંકી ગઈ હતી. ત્યારે ગઈ કાલે સમાચાર આવ્યા કે સુહાનીના શરીરમાં દવાઓનું રિએક્શન વધી ગયુ હતુ. જેના કારણે તેનું મોત થયું હતું. હવે સુહાનીના પિતાએ પીટીઆઈ એજન્સીને તેમની પુત્રીની બીમારી વિશે જણાવ્યું હતુ અને ખુલાસો કર્યો હતો સુહાનીને એવી તે કઈ બિમારી હતી જેના કારણે તેનું મોત થઈ ગયું.

અભિનેત્રીની બીમારી પર થયો ખુલાસો

સુહાનીના પિતાએ જણાવ્યું કે સુહાની ડર્માટોમાયોસાઇટિસથી પીડિત હતી, જે એક દુર્લભ બળતરાનો રોગ છે જે ત્વચા પર લાલ ફોલ્લીઓ અને સ્નાયુઓની નબળાઇનું કારણ બને છે. 7 ફેબ્રુઆરીના રોજ સુહાનીને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવી હતી. તબીબી જટિલતાઓને કારણે 16 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું.

સુહાનીના પિતા જણાવી બીમારી

સુહાનીના પિતા સુમિત ભટનાગરના જણાવ્યા અનુસાર સુહાનીના હાથ પર લગભગ બે મહિનાથી લાલ ચમાઠા પડી ગયા હતા. તેઓએ તેને એલર્જી હોવાનું માન્યું અને ફરીદાબાદની ઘણી હોસ્પિટલોમાં ડોકટરોની સલાહ લીધી.

જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ
સપનામાં આ બે વસ્તુ દેખાશે તો જીવનભર કરશો પ્રગતિ

એક્ટ્રેસના પિતાએ વધુમાં જણાવ્યું કે ડોક્ટરોને જોયા પછી પણ તે આ બીમારીને પકડી શક્યા ન હતા. જ્યારે સુહાનીની તબિયત લથડવા લાગી તો તેઓએ તેને એમ્સમાં દાખલ કરી. પરંતુ તેમાં કોઈ સુધારો થયો ન હતો અને ફ્લૂઈડ જમા થવાને કારણે તેના ફેફસાં ખરાબ ગયા હતા. સુહાનાના નિધનના સમાચાર સામે આવ્યા બાદ દંગલની સ્ટાર કાસ્ટે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. આમિર ખાનને તેના પ્રોડક્શન હાઉસ તરફથી પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ડર્માટોમાયોસિટિસ શું છે?

ડર્માટોમાયોસિટિસ એ એક દુર્લભ સોજાનો રોગ છે. ડર્માટોમાયોસિટિસના લક્ષણો વિશે વાત કરીએ તો, આ રોગમાં ત્વચા પર લાલ ફોલ્લીઓ, સ્નાયુઓની નબળાઇ અને સ્નાયુઓમાં સોજા આવી જાય છે. ડર્માટોમાયોસિટિસ રોગનું કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ આ રોગ ઈમ્યૂન સિસ્ટમ સાથે ઘણી સમાનતા ધરાવે છે. જ્યારે શરીરના એન્ટિબોડીઝ તંદુરસ્ત કોષો પર હુમલો કરે છે ત્યારે આ રોગ થાય છે. આના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે જેના કારણે આ રોગ થવાનું જોખમ રહે છે.

દંગલમાં જોવા મળી હતી અભિનેત્રી

દંગલ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સુહાની ભટનાગરે આમિર ખાનની નાની દીકરી બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી સુહાનીને ઘણી ઓળખ મળી. બાળ કલાકાર તરીકે, સુહાની હિન્દી સિનેમાની મોટી બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ બની હતી. સુહાની ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ હતી.

રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ
રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી
સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી
ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન
ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન
g clip-path="url(#clip0_868_265)">