એક નાની છોકરી 15 ફૂટ લાંબા અજગર સાથે રમતી જોવા મળી, Video જોઈને તમને પણ ઊંઘ નહી આવે
સોશિયલ મીડિયા પર એક ધ્રુજારી ઉપાડી દે તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડી બાળકી 15 ફીટ લાંબા અજગર સાથે રમતી જોવા મળી રહી છે. આ ખતરનાક વીડિયો જોઈ લોકો ચિંતામાં આવ્યા છે.

આમ તો તમે સોશિયલ મીડિયા પર શ્વાન કે બિલ્લી સાથે નાના બાળકો રમતા હોય તેવા વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયો જોઈ તમે પણ કહેશો. આ શું છે.સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે. જેને જોયા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. વાયરલ ક્લિપમાં એક નાનકડી બાળકી વિશાળકાય અજગર સાથે રમતી જોવા મળી રહી છે. બાળકી જાણે એવી રીતે રમી રહી છે. જાણે તેના હાથમાં કોઈ રમકડું હોય. આ દર્શ્ય જેટલું ચોંકવનારું છે. તેટલું ખતરનાક પણ છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળકી પોતાના ઘરના લિવિંગ રુમમાં સોફા પર બેસેલી છે. તેની સામે અંદાજે 15 ફુટ લાંબો એક અજગર છે. બાળકી તેની સાથે લપેટાય જાય છે. એક પળ તો એવું આવે છે કે, અજગરનું મોઢું પકડી કિસ કરે છે.
બાળકી અને અજગરનો ખતરનાક ખેલ
અજગર આમ તો ઝેરી લો હોય છે પરંતુ તેની તાકત બધાને ખતરામાં નાંખી દે તેવી હોય છે.અજગર મોટા મોટા જાનવરને આખું ખાય જાય છે. ત્યારે એક નાનકડી બાળકી આટલા ખતરનાક સાપની નજીક છે. તે પણ કોઈ સુરક્ષા વગર તે જાનલેવા હોય શકે છે.વીડિયો જોઈ સ્પષ્ટ લાગે છે કે, એક નાનકડી ભૂલમાં બાળકી શિકાર બની શકે છે.
View this post on Instagram
આ ચોંકાવનારો વીડિયો ફેમસ અમેરિકી ઈન્ફ્યુલન્સર માઈક હોલસ્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. માઈકને લોકો રિયલ ટાર્ગેનના નામથી એળખે છે. તે હંમેશા જંગલી જાનવરોની સાથે વીડિયો બનાવતી રહે છે. તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
વીડિયો પર લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો
વીડિયો સામે આવતા જ લોકોએ બાળકીની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. કોમેન્ટ સેક્શનમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકનું કહેવું છે કે, આ બધું માત્ર એક વ્યુ માટે અને રીલ બનાવવા માટે છે. એક યુઝરે લખ્યું આ જીવ તમારા મિત્ર પણ બની શકે છે.
