Breaking News : બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયેલા રામાયણના ટ્રેલરને જોઈ તમારા રુંવાડા ઉભા થઈ જશે, જુઓ Video
રણબીર કપૂરની ફિલ્મ "રામાયણ" નું આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર આખરે આવી ગયું છે. નિર્માતાઓએ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન 4 મિનિટ, 9 સેકન્ડનું ટ્રેલર રિલીઝ કર્યું.

Ramayan Trailer : રણબીર કપૂર અને યશની અપકમિંગ ફિલ્મ રામાયણની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે દિવાળી પર આવશે. નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાએ બ્રહ્મ મુહૂર્તમાં ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. કારણ કે, આ ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. 4 મિનિટ અને 9 સેકન્ડના ટ્રેલર જોઈ ચાહકો ભક્તિમાં ડુબ્યા હતા. માત્ર શ્રી રામ બનેલા રણબીર કપૂર જ નહિ પરંતુ રાવણની પણ એક ઝલક જોઈ ચાહકો ખુશ થયા છે. આ પાત્ર યશ નિભાવી રહ્યો છે. જે રાવણના લુકમાં શાનદાર લાગી રહ્યો છે. તેના એકસ્પ્રેશન શાનદાર હતા.
આ સાથે માતા સીતા બનેલી સાંઈ પલ્લવી અને લક્ષ્મણ બનેલા રવિ દુબેનો લુક પણ સામે આવી ચૂક્યો છે. ચાલો જાણીએ ટ્રેલરમાં શું શું ખાસ છે. અને 4 મિનિટનો વીડિયો કેવો લાગ્યો ?
લોકોને પસંદ આવ્યું રામાયણનું ટ્રેલર
રણબીર કપૂરની ફિલ્મ રામાયણનો પહેલો પાર્ટ દિવાળી પર રિલીઝ થશે. જેની જોરદાર તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મને ગ્લોબલ લેવલ પર બનાવવામાં આવી છે. આખા ફિલ્મનું બજેટ 4000 કરોડ રુપિયા છે. જે ખુદ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કન્ફોર્મ કર્યું છે. રામા . ટ્રેલર શાનદાર છે. કેટલાક સીનમાં રાક્ષસને જોઈ લોકો ચોંકી ગયા. 4 મિનિટના ટ્રેલરમાં કેટલીક વસ્તુઓ એી હતી. જેને જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે.
VFXએ જીત્યું ચાહકોનું દિલ
આ વખતે ટ્રેલરમાં ભારતીય ટચ આપવામાં કોઈ અસર છોડી નથી. હા ટ્રેલરની શરુઆત વિઝ્અલસ એટલા સુંદર છે. જેના વખાણ કરવામાં આવ્યા છે. જેના એક એક સીન જોઈ ચાહકોને રિયલ ફીલ આવી રહી છે.ઝઘડાના સીન હોય કે પછી રામ અને રાવણની અલગ અલગ દુનિયા બધું પરફેક્ટ રીતે તૈયાર છે. મહત્વની વાત એ છે કે, બેકગ્રાઉન્ડ મ્યુઝિકે આ ટ્રેલરના દરેક સીનને સુંદર બનાવ્યું છે.
ટ્રેલરમાં અનેક સ્ટારનો લુક સામે આવ્યો છે. જેમાં સુર્પણખા બનેલી રકુલ પ્રીત સિંહ,લારા દત્તા,લક્ષ્મણ બનેલા રવિ દુબે સામેલ છે. સાંઈ પલ્લવી પણ માતા સીતાના પાત્રમાં સુંદર લાગી રહી છે.
