AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અજિક્ય રહાણએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાંથી સંન્યાસ લીધો

Ajinkya Rahane Retire : અજિંક્ય રહાણેએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રહાણેએ 2011 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરી છે.

Breaking News : અજિક્ય રહાણએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાંથી સંન્યાસ લીધો
Image Credit source: AI
| Updated on: Jul 30, 2026 | 11:01 AM
Share

Ajinkya Rahane Retire from Cricket: અજિંક્ય રહાણેએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. રહાણેએ 201માં ભારત માટે ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતુ. પોતાના સંન્યાસની જાહેરાત કરતા એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. જેમાં કહ્યું કે, લાગે છે કે, આ જેન્ટલમેન ગેમને અલવિદા કહેવાનો એક યોગ્ય સમય છે.

સંન્યાસ લેતા અજિક્ય રહાણેએ કહ્યું

અજિક્ય રહાણેએ ભારત માટે 12 વર્ષ ક્રિકેટ રમી છે. આ દરમિયાન તેમણે 85 ટેસ્ટ, 90 વનડે અને 20 ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2023માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં રમી હતી. રહાણેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટમાં સંન્યાસની જાહેરાત કરી છે અને કહ્યું કે, હવે તેના માટે આગળ વધાવનો સમય છે.

View this post on Instagram

19 વર્ષનું ક્રિકેટ કરિયર

અજિક્ય રહાણે ભારત માટે 12 વર્ષ ક્રિકેટ રમી છે. આ દરમિયાન તેમણે 85 ટેસ્ટ,90 વનડે અને 20 ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમમે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2023માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં રમી હતી. તેનું ટોટલ ક્રિકેટ કરિયર 19 વર્ષનું રહ્યુંછે. જેમાં તેમણે 205 ફર્સ્ટ ક્લાસ મેચ,192 લિસ્ટ એ મેચ અને 308 ટી20 મેચ રમી છે.

અજિક્ય રહાણેનું આઈપીએલમાં પ્રદર્શન

અજિક્ય રહાણે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 15 સદી સાથે 8000થી વધારે રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટમાં 5077 રન 12 સદીની મદદથી કર્યા છે. વનડેમાં 3 સદી સાથે 2962 રન બનાવ્યા છે. ટી20 ઈન્ટરનેશનલમાં રહાણેએ 375 રન બનાવ્યા છે. રહાણેના આઈપીએલ કરિયરની જો વાત કરીએ તો. તેમણે 212 મેચમાં 5367 રન બનાવ્યા છે. જેમાં 2 સદી પણ સામેલ છે.

અજિક્ય રહાણેનો સંધર્ષ

અજિંક્ય મધુકર રહાણેનો જન્મ 6 જૂન 1988ના રોજ મહારાષ્ટ્રના અશ્વી ખુર્દમાં મધુકર બાબુરાવ રહાણે અને સુજાતા રહાણેને ત્યાં થયો હતો.તેમને એક નાના ભાઈ અને બહેન, શશાંક અને અપૂર્વ રહાણે છે.7 વર્ષની ઉંમરે, મધુકર રહાણે ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથેના નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા, કારણ કે તેઓ યોગ્ય કોચિંગ પરવડી શકતા ન હતા.17  વર્ષની ઉંમરથી, તેમણે ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન પ્રવીણ આમરે પાસેથી કોચિંગ લીધું.

અજિંક્ય રહાણે તેના જમણા હાથથી બેટિંગ કરે છે પરંતુ લખવા માટે તેના ડાબા હાથનો ઉપયોગ કરે છે. રહાણેએ ડોમ્બિવલીની એસવી જોશી હાઇ સ્કૂલમાંથી તેનું માધ્યમિક શાળા પ્રમાણપત્ર પાસ કર્યું.રહાણેએ બાળપણની મિત્ર રાધિકા ધોપાવકર સાથે લગ્ન કર્યા.

અજિંક્ય રહાણેએ ક્રિકેટને અલવિદા કહ્યું, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">