‘ધ આર્ચીઝ’નું શૂટિંગ પૂરુ કરીને ઘરે આવ્યા સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા, જુઓ એરપોર્ટમાંથી બહાર નીકળતા “સ્ટાર કિડ્સ”નો વીડિયો

સ્ટાર કિડ્સ વિશે જાણવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે. ઝોયા અખ્તરની નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થનારી ફિલ્મ "ધ આર્ચીઝ"માં (The Archies) શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનથી લઈને ઘણા સ્ટાર કિડ્સનો સમાવેશ થાય છે.

'ધ આર્ચીઝ'નું શૂટિંગ પૂરુ કરીને ઘરે આવ્યા સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા, જુઓ એરપોર્ટમાંથી બહાર નીકળતા સ્ટાર કિડ્સનો વીડિયો
the-archies-cast
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 10:54 PM

ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના (The Archies) શૂટિંગનું એક શેડ્યુલ પૂરું થઈ ગયું છે. બે મહિનાથી આ ફિલ્મની આખી કાસ્ટ ઉટીમાં શૂટિંગ કરી રહી હતી. બોલિવૂડ સેલિબ્રિટીઝના બાળકોથી ભરેલી ઝોયા અખ્તરની આ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થવાની છે અને આ ફિલ્મથી ઘણા સ્ટાર કિડ્સ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને ફાધર્સ ડેના દિવસે મુંબઈમાં પોતાના ઘરે પરત ફરેલા આ સ્ટાર કિડ્સ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

અહીં જુઓ વીડિયો

માસ્ક પહેરેલી જોવા મળી સુહાના ખાન

મુંબઈમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને સુહાના ખાનથી લઈને તમામ સ્ટાર કિડ્સ માસ્ક પહેરીને આવ્યા હતા. સૌથી પહેલા સુહાનાને પાપારાઝીએ સ્પોટ કરી હતી. બ્લેક કલરની ફુલ સ્લીવ ટી-શર્ટ અને ગ્રે રંગના ટ્રેક પેન્ટમાં સુહાના એરપોર્ટની બહાર નીકળી હતી. તેણે તેના ચહેરા પર મરૂન રંગનો માસ્ક પહેર્યું હતું અને આ લુક સાથે તેણે પિંક રંગની બ્રાન્ડેડ બેગ કેરી કરી હતી અને તેના વાળમાં ગોગલ્સ લગાવ્યા હતા.

અહીં જુઓ વીડિયો

ખુશીને મળ્યું ખાસ સરપ્રાઈઝ

ખુશી કપૂરને એરપોર્ટથી ઘરે લઈ જવા માટે ખાસ મહેમાન પણ આવ્યા હતા. ખુશી કપૂરનો પેટ ડોગ ટાંડા તેને મળવા એરપોર્ટ આવ્યો હતો. તેને જોતાં જ ખુશીએ તરત જ ટાંડાને ઉઠાવી ગળે લગાડ્યો. વીડિયોમાં ખુશીની હેરસ્ટાઈલ તેની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના લુકની યાદ અપાવે છે. પોતાના ડોગને ઉઠાવી એરપોર્ટની બહાર લઈ જનારી ખુશીએ વ્હાઈટ રંગની હૂડી અને બ્લેક રંગનું ટ્રેક પેન્ટ પહેર્યું હતું.

અહીં જુઓ વીડિયો

ભાઈ અગસ્ત્ય નંદાને એરપોર્ટ પર રિસીવ કરવા આવી નવ્યા નવેલી નંદા

ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાનો પુત્ર અગસ્ત્ય નંદા પણ જોવા મળવાનો છે. આજે ઉટીથી તે પણ મુંબઈ આવ્યો હતો. તેની બહેન નવ્યા નવેલી નંદા તેના ભાઈને એરપોર્ટ પર રિસીવ કરવા આવી હતી. નવ્યા વ્હાઈટ રંગની ટી-શર્ટ અને ઓરેન્જ રંગના પેન્ટ સાથે કેઝ્યુઅલ લુકમાં નવ્યા જોવા મળી હતી, જ્યારે તેનો ભાઈ અગસ્ત્ય નંદા બ્લેક રંગની ટી-શર્ટ અને બ્લેક રંગના ટ્રેક પેન્ટમાં જોવા મળ્યો હતો. સ્ટાર કિડ્સને લઈને ફિલ્મ બનાવવા માટે સોશિયલ મીડિયા પર ઝોયા અખ્તરને ઘણો ટ્રોલ કરવામાં આવી છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">