AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikrant Massey: ઓટીટી સુપરસ્ટાર વિક્રાંત મેસીનું નિવેદન, કહ્યું- ‘જ્યારે મેં મારી કરિયરની શરૂઆત કરી ત્યારે ઓટીટી પર ઘણી અભદ્રતા હતી’

એક્ટર વિક્રાંત મેસી (Vikarnt Massey) તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ફોરેન્સિક'ને લઈને ચર્ચામાં છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન એક્ટરે પોતાની જિંદગી સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા છે.

Vikrant Massey: ઓટીટી સુપરસ્ટાર વિક્રાંત મેસીનું નિવેદન, કહ્યું- 'જ્યારે મેં મારી કરિયરની શરૂઆત કરી ત્યારે ઓટીટી પર ઘણી અભદ્રતા હતી'
Vikrant MasseyImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 4:55 PM
Share

એક્ટર વિક્રાંત મેસીએ (Vikarnt Massey) ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ઓળખ બનાવી લીધી છે. હાલમાં જ ઓટીટી પર રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ફોરેન્સિક’ને (Forensic) લઈને ચર્ચામાં છે. વેબ સિરીઝની દુનિયામાં વિક્રાંતને એક નેચરલ કલાકાર તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી છે. વેબ સિરીઝની સાથે સાથે એક્ટરે બોલિવૂડમાં પણ પોતાના માટે એક અલગ જગ્યા બનાવી છે, જેના કારણે તે લાખો દિલો પર રાજ કરી રહ્યો છે. હાલમાં વિક્રાંતે એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન તેના કરિયર વિશે ઘણા ખુલાસા કર્યા છે જેનાથી કદાચ તેના ફેન્સ પણ અજાણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે કેવી રહી વિક્રાંત મેસીની ફિલ્મોની આ સફર અને કેવી રીતે એક્ટરે કરી શરૂઆત?

હાલમાં જ ફિલ્મ રિલીઝ થયા બાદ એક મીડિયા ઇન્ટરવ્યુમાં વિક્રાંત મેસી જોવા મળ્યો હતો. આ દરમિયાન એક્ટરે ઓટીટી પ્લેટફોર્મ વિશે ઘણી વાતો કરી. આ સિવાય વિક્રાંતે તેના કરિયરની શરૂઆત વિશે પણ ઘણી વાતો શેર કરી હતી. તેણે કહ્યું કે જ્યારે તેણે એક એક્ટર તરીકે તેના કરિયરની શરૂઆત કરી ત્યારે બહુ ઓછા પ્લેટફોર્મ હતા જેના પર તે કામ કરી શકે.

આ પણ વાંચો

તેના ઇન્ટરવ્યુમાં એક્ટરે વધુમાં કહ્યું કે તેના ફિલ્મી કરિયરની શરૂઆતમાં ઓટીટી પર વધુ અશ્લીલતા અને અભદ્રતા હતી. મોટે ભાગે અભદ્ર અને અશ્લીલ કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર કરતાં ઓટીટી પર સેક્સ કન્ટેન્ટ વધુ બતાવવામાં આવતું હતું. પરંતુ હવે વસ્તુઓ પહેલા કરતા ઘણી સુધરી ગઈ છે.

ઓટીટીએ અપાવી ઓળખાણ- વિક્રાંત મેસી

એક્ટર વિક્રાંત મેસીએ આગળ કહ્યું કે હવે પહેલા કરતા ઓટીટી પર પ્રોફેશનલિઝમ વધુ છે. આ દરમિયાન એક્ટરે એ પણ જણાવ્યું કે ઓટીટી પ્લેટફોર્મને કારણે તેને કરિયરમાં આગળ વધવાની વધુ તકો મળી છે. આ સાથે કહ્યું કે ઓટીટીથી તેના પોતાનામાં ઘણા ફેરફારો કર્યા છે જે એકદમ પોઝિટીવ છે.

24 જૂને રિલીઝ થઈ ફિલ્મ ફોરેન્સિક

હાલમાં જ વિક્રાંત મેસીની ફિલ્મ ફોરેન્સિક રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એક્ટર સાથે રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં છે. આમાં વિક્રાંત મેસી જોની નામના એક ફોરેન્સિક એક્સપર્ટની ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારે રાધિકા એક ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ 24 જૂને ઓટીટી પ્લેટફોર્મ zee5 પર રિલીઝ થઈ છે.

g clip-path="url(#clip0_868_265)">