Khuda Haafiz Chapter 2 : બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલ (Vidyut Jammwal)અને શિવાલિકા ઓબરૉયની ફિલ્મ ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2’ 8 જુલાઈના રોજ રિલીઝ થવાનું છે, ફિલ્મ ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2’માં તમને એક્શન અને ઈમોશન્સ બંન્ને જોવા મળશે. આ ફિલ્મની એ જ ખાસિયત છે, ફિલ્મને ફારુક કબીરે ડાયરેક્ટ કરી છે તમને જણાવી દઈએ કે, ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2’ (Khuda Haafiz Chapter 2)ફિલ્મનો પ્રથમ પાર્ટ ફારુક કબીરે ડાયરેક્ટ કર્યો હતો, કોરોનાકાળમાં પ્રથમ પાર્ટને ઓટીટી પર રિલીઝ કરવામાં આવ્યો હતો હવે બીજો પાર્ટ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2’ને લઈ વિદ્યુત જામવાલ અને શિવાલિકા બંન્ને ખુબ એક્સાઈટેડ છે.
તમને જણાવી દઈએ કે, વિદ્યુત અને શિવાલિકા સ્ટાર ખુદા હાફિઝ (Khuda Haafiz) ચેપ્ટર 2માં એક્શન અને ઈમોશન્સ બંન્ને જોવા મળશે. વિદ્યુત કહે છે ખુદા હાફિઝમાં ઈમોશન્સ વધુ છે, આ બંન્ને એકબીજા સાથે જોડાયેલા છે, ફિલ્મમાં એક્શન તો છે પરંતુ આ સાથે ઈમોશન્સ પણ છે
View this post on Instagram
શિવાલિકા આ ફિલ્મમાં નરગિસના પાત્રમાં છે, તેમણે પોતાના પાત્રને લઈ ખાસ તૈયારી કરી છે, શિવાલિકા માટે આ પાત્ર નિભાવવું એક ચેલેન્જિંગ રહ્યું છે ફિલ્મમાં એક બાળકની સ્ટોરીને રજુ કરવામાં આવી છે, શિવાલિકા કહે છે કે, હું ઈચ્છુ કે કોઈ પણ વ્યક્તિ આ સમયગાળામાંથી પસાર ન થાય, જેવું આ ફિલ્મમાં જોવા મળશે,
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ખુદા હાફિઝનો પ્રથમ પાર્ટ ઓટીટી પર રિલીઝ થયો છે હવે ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. બોક્સ ઓફિસ 100 અથવા 200 કરોડ ક્લબમાં સામેલ થવાના સવાલ પર વિદ્યુત જામવાલા કહે છે કે, તેમણે બોક્સ ઓફિસમાં કોઈ પ્રેશર નથી પરંતુ ઉત્સાહ છે, તેમણે કહ્યું કે, ફિલ્મનો પ્રથમ ભાગ ઓટીટી પર રિલીઝ થયો તેને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો, તેને આશા છે કે સિનેમાધરમાં પણ વધુ પ્રેમ મળે.
ખુદા હાફિઝ 2 અગ્નિ પરિક્ષા, ફારૂક કબીર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, સ્નેહા બિમલ પારેખ, રામ મીરચંદાની દ્વારા નિર્મિત, મિથુન અને વિશાલ દ્વારા સંગીત સાથે. મિશ્રા, સંજીવ જોશી, આદિત્ય ચૌકસી, હસનૈન હુસૈની અને સંતોષ શાહ દ્વારા સહ-નિર્માણ અને વિદ્યુત જામવાલ અને શિવાલીકા ઓબેરોય અભિનીત. પેનોરમા સ્ટુડિયો અને એક્શન હીરો ફિલ્મ્સ પાન ઈન્ડિયા રિલીઝ, આ એક્શન ડ્રામા 8મી જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.