Oscars 2023: 13 ફિલ્મોએ જીત્યો ઓસ્કાર, આ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો આ ફિલ્મો

લોસ એન્જલસમાં યોજાયેલા ઓસ્કાર (Oscars 2023) એવોર્ડ સેરેમનીમાં ભારતે બે એવોર્ડ જીત્યા છે. ફિલ્મ આરઆરઆરના ગીત 'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો હતો. જ્યારે 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો.

Oscars 2023: 13 ફિલ્મોએ જીત્યો ઓસ્કાર, આ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો આ ફિલ્મો
Oscars 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 3:58 PM

Oscars 2023: 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતને પહેલી વખત સફળતા મળી છે. ભારતે એક નહીં પરંતુ બે ઓસ્કર જીતીને બધાને ખુશ કરી દીધા છે. ફિલ્મ આરઆરઆરના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. જ્યારે ધ એલિફન્ટ વ્હીસ્પર્સ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. ઓલ ધેટ બ્રેથ્સ શરૂઆતમાં જ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગયું હતું. 13 ફિલ્મોએ ઓસ્કર જીત્યો છે, જે તમે આ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છો.

અહીં જુઓ 2023માં ઓસ્કાર એવોર્ડ જીતનાર ફિલ્મોનું લિસ્ટ

1. બેસ્ટ પિક્ચર: ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’

બેસ્ટ ડાયરેક્ટર: ડેનિયલ ક્વાન અને ડેનિયલ સ્કીનર્ટ – ફિલ્મ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ

બેસ્ટ એક્ટ્રેસ: ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે મિશેલ યોહ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે કે હુઈ ક્વાન

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે એક્ટ્રેસ જેમી લી

બેસ્ટ રાઈટિંગ ઓરિજિનલ સ્ક્રીનપ્લે: ફિલ્મ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ

બેસ્ટ ફિલ્મ એડિટિંગ: ફિલ્મ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ માટે પોલ રોજર્સ

રિલીઝ ડેટ: 16 સપ્ટેમ્બર 2022

ડાયરેક્ટર: ડેનિયલ ક્વાન અને ડેનિયલ સ્કીનર્ટ. તેને ડેનિયલ્સના નામથી પણ ઓળખવામાં આવે છે.

ફિલ્મ જોનર: સાઈ-ફાઈ/એડવેન્ચર

ક્યાં જોઈ શકશો: સોની લિવ

આ ફિલ્મ ચાઈનીઝ-અમેરિકી અપ્રવાસી એવિલિન વાંગની સ્ટોરી છે. બે વર્ષ પહેલા એવિલિન વાંગ તેના પતિ અને પુત્રી સાથે અમેરિકા ભાગીને પહોંચી જાય છે. અમેરિકામાં એવિલિનના લોન્ડ્રી બિઝનેસ પર એક આઈઆરએસ ઓફિસર ઓડિટ કરે છે. એવિલિન તેના ટૂટતા લગ્ન, ઓડિટ અને તેની પુત્રીના લેસ્બિયન સંબંધો સાથે વ્યવહાર કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસ દરમિયાન તેને ખબર પડે છે કે યુનિવર્સને બચાવવાની જવાબદારી તેના પર છે.

2008માં ડાયરેક્ટર ડેની બોયલની ફિલ્મ સ્લમડોગ મિલેનિયરે 9 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા.

2. બેસ્ટ એક્ટર: ફિલ્મ ‘ધ વ્હેલ’ માટે એક્ટર બ્રેન્ડન ફ્રેઝર

બેસ્ટ મેકઅપ એન્ડ હેયરસ્ટાઈલ: ધ વ્હેલ માટે જુડી ચિન, એડ્રિયન મોરોટ

રિલીઝ ડેટ: 3 ફેબ્રુઆરી 2022

ડાયરેક્ટર: ડેરેન આરનોફ્સકી

ફિલ્મ જોનર: ડ્રામા

ક્યાં જોઈ શકશો: અમેઝોન પ્રાઈમ, એપલ ટીવી, વુડૂ

આ ફિલ્મમાં ચાર્લી (બ્રેન્ડન ફ્રેઝર) એક ઈંગ્લિશ ટીચરનો રોલ પ્લે કરે છે જે તેની સ્થૂળતાથી પરેશાન છે. ચાર્લીને હૃદયની બિમારી છે. ચાર્લી તેની પુત્રીને ફરીથી મળવા માંગે છે. ફિલ્મની આખી સ્ટોરી ચાર્લી અને તેના પરિવારની આસપાસ ફરે છે. બીમાર ચાર્લી પરિવારને કેમ મળવા માંગે છે, તેને શું અફસોસ છે, ચાર્લી તેના પરિવારને ક્યારે અને કેવી રીતે મળે છે, આ ફિલ્મનો ક્લાઈમેક્સ છે.

3. બેસ્ટ રાઈટિંગ એડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ ફિલ્મ ‘વીમેન ટોકિંગ’ માટે સારહ પોલી

રિલીઝ ડેટ: 23 ડિસેમ્બર 2022

ડાયરેક્ટર: સારહ પોલી

ફિલ્મ જોનર: ડ્રામા

ક્યાં જોઈ શકશો: નેટફ્લિક્સ, હોટસ્ટાર, વૂટ, જિઓ સિનેમા

રિલીજિયસ કોલોનીની મહિલાઓનું એક ગ્રુપ કોલોનીના પુરુષો વિશે એક રહસ્ય જાહેર કરે છે. વર્ષોથી કોલોનીમાં રહેતી મહિલાઓને ડ્રગ્સ આપીને તેમનું શોષણ કરવામાં આવે છે. સત્ય બહાર આવ્યા બાદ મહિલાઓ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરે છે.

4. બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મઃ ‘પિન્નોચિયો’

રિલીઝ ડેટ: 9 ડિસેમ્બર 2022

ડાયરેક્ટર: ગુઈલર્મો દેલ ટોરો

ફિલ્મ જોનર: ફેનટેસી

ક્યાં જોઈ શકશો: નેટફ્લિક્સ

ઈટલીમાં અચાનક એક દિવસ પિતાની ઈચ્છા પૂરી થઈ જાય છે. લાકડાના બનેલા એક ઢાંચામાં જીવન જીવે છે. આ બંને ઈટાલીમાં કેવી રીતે જીવન વિતાવે છે, ફિલ્મની સ્ટોરી તેના પર આધારિત છે.

5. બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ: ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ ફિલ્મ ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ માટે ક્રિશ્ચિયન ગોલ્ડબેક અને હિપ્પર

બેસ્ટ મ્યૂઝિક (ઓરિજિનલ સ્કોર): ફિલ્મ ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ માટે વોલ્કર બેલ્ટરમેન

રિલીઝ ડેટ: 29 સપ્ટેમ્બર 2022

ડાયરેક્ટર: એડવર્ડ બર્ગેર

ક્યાં જોઈ શકશો ફિલ્મ: નેટફ્લિક્સ

ફિલ્મમાં 1914માં જર્મનીમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે યુવા વિદ્યાર્થીઓ પણ આર્મીમાં જોડાય રહ્યા છે. આર્મીમાં જોડાયા પછી લોકોને યુદ્ધની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે.

6. બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ: નેવલની

રિલીઝ ડેટ: 11 એપ્રિલ 2022

ડાયરેક્ટર: ડેનિયલ રોહર

ક્યાં જોઈ શકશો: નેટફ્લિક્સ

આ ફિલ્મ રશિયન લીડર અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે નેવલનીની મર્ડર કરવાના પ્રયાસ પર આધારિત છે. નર્વ એજન્ટની મદદથી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

7. બેસ્ટ સાઉન્ડ: ટોપ ગન : મેવરિક માટે માર્ક વેન્ગાર્ટન, અલ નેલ્સન, ક્રિસ બર્ડન, માર્ક ટેલર

રિલીઝ ડેટ: 27 મે 2022

ડાયરેક્ટર: જોસેફ કોનિન્સકી

ક્યાં જોઈ શકશો: એમેઝોન પ્રાઈમ

8. બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ: અવતારઃ ધ વે ઓફ વોટર

રિલીઝ ડેટ: 16 ડિસેમ્બર 2022

ડાયરેક્ટર: જેમ્સ કેમરન

તે એક એપિક સાયન્સ ફિક્શન ફિલ્મ છે. આમાં, પૈન્ડોરા અને મનુષ્યો વચ્ચેનો કન્ફ્લિક્ટ બતાવવામાં આવ્યો છે.

9. બેસ્ટ મ્યૂઝિક ઓરિજિનલ સોન્ગ : નાટુ નાટુ, મ્યૂઝિક કમ્પોઝર – એમએમ કીરાવાણી, ચન્દ્ર બોઝ, ફિલ્મ આરઆરઆર

રિલીઝ ડેટ: 24 માર્ચ 2022

ડાયરેક્ટરઃ એસએસ રાજામૌલી

ક્યાં જોઈ શકશો: નેટફ્લિક્સ

આ ફિલ્મમાં ટ્રાઈબલ લોકો અને બ્રિટિશ રાજ વચ્ચેના સંઘર્ષને બતાવવામાં આવ્યો છે. ટ્રાઈબલ લીડર બ્રિટિશ સેનામાં જોડાય છે અને અંગ્રેજો સામે આઝાદી માટે લડે છે.

10. બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈનઃ બ્લેક પેન્થર, વકાંડા ફોરએવર માટે રૂથ ઈ કાર્ટર

રિલીઝ ડેટ: 14 ફેબ્રુઆરી 2018

ડાયરેક્ટર: રયાન કૂગલર

ક્યાં જોઈ શકશો: હોટસ્ટાર

11. બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ: ‘એન આઈરિશ ગુડબાય’

રિલીઝ: 2020

ડાયરેક્ટર: રોસ વ્હાઈટ, ટેમ બર્કલી

ક્યાં જોઈ શકશો: નેટફ્લિક્સ

બે અજાણ્યા ભાઈઓ પોતપોતાના સપના પૂરા કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે તેઓ છેલ્લે મળે છે, ત્યારે એક ભાઈ પોતાની જમીનમાં ખેતી કરવા માંગે છે, જ્યારે બીજો ફેમિલી સાથે રહેવા માંગે છે.

12. બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ: ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ

રિલીઝ ડેટ: 24 ડિસેમ્બર 2022

ડાયરેક્ટર: ચાર્લી મૈકેસી

ક્યાં જોઈ શકશો : નેટફ્લિક્સ, એપલ ટીવી

ચાર્લી મૈકેસીના પુસ્તક ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ પર ફિલ્મની સ્ટોરી આધારિત છે.

આ પણ વાંચો : નિધનના એક દિવસ બાદ રિલીઝ થયું સતીશ કૌશિકની છેલ્લી વેબ સિરીઝનું ટ્રેલર, લોકોએ કહ્યું- ‘બહુ યાદ આવી રહી છે’

13. બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મઃ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ

રિલીઝ ડેટ: 8 ડિસેમ્બર 2022

ડાયરેક્ટરઃ કાર્તિકી ગોન્સલાવેસ

ક્યાં જોઈ શકશો : નેટફ્લિક્સ

બોમન અને બેલ્લી સાઉથ ઈન્ડિયામાં રહે છે. તેને પોતાનું આખું જીવન એક બેબી એલીફન્ટના ઉછેરમાં વિતાવ્યું છે અને એક પરિવારની જેમ જીવે છે.

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">