નિધનના એક દિવસ બાદ રિલીઝ થયું સતીશ કૌશિકની છેલ્લી વેબ સિરીઝનું ટ્રેલર, લોકોએ કહ્યું- ‘બહુ યાદ આવી રહી છે’
Satish Kaushik Pop Kaun Trailer: સતીશ કૌશિક (Satish Kaushik) બોલિવુડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર હતા અને લોકોના દિલ પર રાજ કરતા હતા. એક્ટરના નિધન બાદ તેની નવી વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે.
Satish Kaushik Pop Kaun Trailer: બોલિવુડ એક્ટર સતીશ કૌશિકના નિધનથી આખો દેશ દુઃખી છે. હોળીના બીજા જ દિવસે આવેલા આ દુઃખદ સમાચારે સૌને નિરાશ કરી દીધા હતા. એક્ટરના નિધન પર દેશના મોટા દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા કલાકારોએ પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. બધા એક્ટરને પોત પોતાની રીતે યાદ કરી રહ્યા છે. એક્ટરના મૃત્યુને એક દિવસ જ થયો છે અને તેની અપકમિંગ વેબ સિરીઝ પોપ કૌનનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં એક્ટરની ઝલક જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે અને ફરી એકવાર તેને પડદા પર જોવા માટે ઉત્સુક છે.
સતીશ કૌશિકની આ વેબ સિરીઝ મલ્ટિસ્ટારર છે અને તેમાં ઘણા કલાકારો સામેલ છે. સતીશની આમાં પણ મહત્વનો રોલ છે. ટ્રેલર વિશે વાત કરીએ તો, તે એક છોકરાની સ્ટોરી બતાવવામાં આવી છે જે તેના વાસ્તવિક પિતાની શોધમાં છે અને તેની સામે ચાર ઓપ્શન છે. ચાર અલગ-અલગ વ્યક્તિઓ તેના પિતા હોવાનો દાવો કરી રહ્યા છે જેના કારણે છોકરો કન્ફ્યુઝ છે. છોકરાનો રોલ એક્ટર કુણાલ ખેમુએ પ્લે કર્યો છે અને સતીશ કૌશિકને ટ્રેલરમાં ત્રીજા પિતા તરીકે ઈન્ટ્રોડ્યુઝ કરવામાં આવ્યો છે. તે સરદારના ગેટઅપમાં જોવા મળે છે.
અહીં જુઓ ટ્રેલર
ટ્રેલર જોયા પછી તે ખૂબ જ રસપ્રદ લાગે છે. આમાં સતીશ કૌશિક અને કુણાલ ખેમુ સિવાય જોની લીવર, ચંકી પાંડે, રાજપાલ યાદવ અને સૌરભ શુક્લા જોવા મળી રહ્યા છે. સિરીઝના તમામ કલાકારો પોતાના દમ પર કોઈપણ ફિલ્મને હિટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આવામાં આ તમામ કલાકારોને એકસાથે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
ફેન્સ કરી રહ્યા છે સતીશ કૌશિકને મિસ
ફેન્સ પણ ટ્રેલરના વખાણ કરી રહ્યા છે પરંતુ જો દરેક વ્યક્તિમાં કંઈક મિસ કરતા હોય તો તે છે સતીશ કૌશિક. કુણાલ ખેમુએ આ વેબ સિરીઝનું ટ્રેલર પણ શેયર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે – કોમેડીના લેજેન્ડ્રી @satishkaushik2178ને મારી સલામ, જેમનું કામ વર્ષોથી અમને હસાવતું હતું. 17 માર્ચથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર પોપ કૌનના તમામ એપિસોડ જુઓ. ફેન્સ પણ સતીશ કૌશિકને ખૂબ મિસ કરી રહ્યા છે અને એક્ટરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આ પણ વાંચો : Oscars 2023: ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો ઓસ્કાર એવોર્ડનું Live Streaming
66 વર્ષની વયે છોડી દીધી દુનિયા
સતીશ કૌશિકની વાત કરીએ તો એક્ટરનું 66 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતું. આખો દેશ ગમગીન જોવા મળી રહ્યો છે. તેમને ભીની આંખો સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. એક્ટરે તેમના મૃત્યુ પહેલા જ જાવેદ અખ્તરના ત્યાં હોળી સેલિબ્રેટ કરી હતી. આ દરમિયાનના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા જેમાં તેઓ મસ્તી કરતા જોવા મળ્યા હતા. પરંતુ બીજા જ દિવસે તેમના નિધનના સમાચારથી સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. પોપ કૌન સિવાય એક્ટર કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીમાં પણ જોવા મળશે.