Vidyut Jammwalએ નંદિતાને કર્યું અનોખી રીતે પ્રપોઝ, લાંબી દિવાલથી રેપલિંગ કરતી વખતે પહેરાવી વીંટી

વિદ્યુત જામવાલ તેમની પર્સનલ લાઈફ વિશે વધારે ચર્ચા કરતા નથી, પરંતુ તાજેતરમાં જ તેમણે નંદિતા સાથેના તેમના સંબંધની પુષ્ટિ કરી અને તેમને વીંટી પહેરાવતો ફોટો શેર કર્યો છે.

Vidyut Jammwalએ નંદિતાને કર્યું અનોખી રીતે પ્રપોઝ, લાંબી દિવાલથી રેપલિંગ કરતી વખતે પહેરાવી વીંટી
Vidyut Jammwal, Nandita Mahtani

આપણો જ કંટ્રી બોય એટલે કે આપણા બધાનો પ્રિય વિદ્યુત જામવાલ (Vidyut Jammwal), જે તેમના ચાહકોને આશ્ચર્યચકિત કરવામાં કોઈ કસર છોડતા નથી અને લોકોને તેની શૈલી ખૂબ જ ખાસ લાગે છે. તમને જણાવી દઈએ કે વિદ્યુત જામવાલે એક યાદગાર પ્રપોજલ સાથે ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથે સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે.

આર્મી પરિવાર સાથે સંકળાયેલા વિદ્યુત એ એક ખાસ રીતે પ્રપોઝ કરવાનું નક્કી કર્યું અને તેઓ આગ્રા નજીક આવેલા એક મિલિટરી કેમ્પમાં પહોંચ્યા અને ત્યાં તેઓએ વીંટી પહેરાવી, જ્યારે તેઓ બંને 150 મીટર લાંબી દિવાલ રેપલિંગ પરથી ઉતરી રહ્યા હતા.

સત્તાવાર રીતે સગાઈ કર્યા પછી તેઓ તાજમહેલ તરફ ગયા. જો કે કોઈ ખાસ વ્યક્તિને ખોઈ દેવાના કારણે તેમણે આ મોટા સમાચાર થોડું મોડું જાહેર કરવાનું યોગ્ય માન્યું.

અહીં જુઓ વિદ્યુત જામવાલની પોસ્ટ

તે જ સમયે નંદિતાએ પણ ફોટો શેર કર્યો અને લખ્યું, લાંબા સમય સુધી તેમને રાહ જોવડાવી શકી નહીં, તેથી હા કહેવી પડી. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરી શકે છે. જો કે બંનેમાંથી કોઈએ હજી સુધી લગ્નની તારીખ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ એવું બની શકે છે કે જેમ બંનેએ અચાનક બધાથી ગુપ્ત રીતે સગાઈ કરી લીધી, તેવી જ રીતે બંનેના લગ્ન અચાનક કરી શકે છે.

કોણ છે નંદિતા મહતાની

તમને જણાવી દઈએ કે નંદિતા એક ફેશન ડિઝાઇનર છે. ડીનો મોરિયા સાથે મળીને તેમની કંપની છે. નંદિતાએ અગાઉ વિરાટ કોહલીને સ્ટાઈલિંગ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે નંદિતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમણે વિદ્યુત સાથે ઘણી વખત ફોટા શેર કર્યા છે. ઘણી વખત બંને પાર્ટીઓ અને લંચ કે ડિનર ડેટ પર સાથે જતા હતા. જો કે બંને વચ્ચેના સંબંધો વિશે ક્યારેય કોઈને ખબર પડી ન હતી.

વિદ્યુતની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ધ પાવર ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે શ્રુતિ હાસન, ઝાકિર હુસેન અને પ્રતિક બબ્બર મુખ્ય ભૂમિકામાં હતા. વિદ્યુત પાસે હાલમાં 2 ફિલ્મો છે, જેનું તે શૂટિંગ કરી રહ્યા છે, સુનક અને ખુદા હાફિઝ 2. તમને જણાવી દઈએ કે ખુદા હાફિઝના પહેલા ભાગને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ફિલ્મના ગીતો પણ ખૂબ હિટ રહ્યા હતા.

આ પણ વાંચો :- Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર

આ પણ વાંચો :- પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati