પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા

કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં ઘણા ટ્રેન્ડ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં એક સમાચાર હતા કે વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેનમેન્ટે અભિનેતા સાથે મોટી ફિલ્મની ડીલ સાઈન કરી છે. જેના વિશે હવે મોટો ખુલાસો થયો છે.

પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા
Kartik Aaryan, Vashu Bhagnani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:10 PM

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) આજકાલ સમાચારોમાં છે. જ્યાં ઘણા ન્યૂઝ પોર્ટલમાં અહેવાલ આવ્યો હતો કે અભિનેતાએ તાજેતરમાં નિર્માતા વાસુ ભગનાની સાથે 3 મોટી ફિલ્મો માટે ડીલ સાઈન કરી છે.

જ્યાં હવે વાસુ ભગનાની (Vashu Bhagnani)ના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેનમેન્ટે (Pooja Entertainment) એક ટ્વીટમાં આ સમાચારને રદિયો આપ્યો છે. આ સમાચાર ઘણા દિવસો સુધી ચર્ચામાં રહ્યા હતા. જે બાદ હવે આ સમાચાર ખોટા કહેવામાં આવ્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

એક સમાચાર અનુસાર એક સૂત્ર કહે છે કે તે માત્ર એક અફવા હતી, જે ન્યૂઝ પોર્ટલે લખતા પહેલા પ્રોડક્શન હાઉસ સાથે વાત કરવી જોઈતી હતી. હાલમાં નિર્માતા વાસુ ભગનાની અક્ષય કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જ્યાં તાજેતરમાં અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબોટમ’ રિલીઝ થઈ હતી, આ ફિલ્મના નિર્માતા વાસુ ભગનાની હતા.

તમને જણાવી દઈએ કે આજકાલ વાસુ ભગનાની તેમની ફિલ્મ ‘ગણપત’ને લઈને ચર્ચામાં છે, આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનને મુખ્ય ભૂમિકામાં જોવા જઈ રહ્યા છીએ. આ સિવાય વાસુ ભગનાની પણ અક્ષય કુમાર સાથે પોતાની મેગા બજેટ ફિલ્મ નંબર 41 બનાવવા જઈ રહ્યા છે. જ્યાં આ બંને ફિલ્મોનું શૂટિંગ આવતા વર્ષે થવાનું છે.

કાર્તિક આર્યન પણ આ દિવસોમાં ખૂબ વ્યસ્ત ચાલી રહ્યા છે. જ્યાં કાર્તિક હાલમાં આપણેને ઘણી મોટી એડ્સમાં જોવા મળી રહ્યા છે, જ્યાં અત્યારે તેની પાસે ઘણી મોટી ફિલ્મો છે, જેનું તે સતત શૂટિંગ કરી રહ્યા છે. અભિનેતા હોરર કોમેડી ફિલ્મ “ભૂલ ભુલૈયા 2″માં જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે. સાથે જ તેઓ હંસલ મહેતાની ફિલ્મ ફ્રેડીમાં પણ કામ કરી રહ્યા છે.

“દોસ્તાના 2” માંથી થયા બહાર

કાર્તિક આર્યનને કરણ જોહરે તેમની ફિલ્મ ‘દોસ્તાના 2’માંથી બહાર કાઢી મૂક્યા છે, કાર્તિકે આ ફિલ્મનું 20 દિવસનું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. જે બાદ બંને વચ્ચે જોરદાર અણબનાવ થયો હતો. ઘણા લોકોએ આ અંગે બંને સાથે વાત પણ કરી, પરંતુ કરણ જોહરે નક્કી કર્યું કે તે જીવનમાં ફરી ક્યારેય કાર્તિક સાથે કામ નહીં કરે.

આ પ્રસંગે કાર્તિક આર્યન સંપૂર્ણપણે મૌન રહ્યા, તે જાણતા હતા કે તેના વિશે વાત કરવાથી તેને કોઈ ફાયદો થવાનો નથી. જેના કારણે અભિનેતાએ સતત તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આજે તેની પાસે ઘણી ફિલ્મો છે, જેમાં તે કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસોમાં કાર્તિકની ફિલ્મ ‘ધમાકા’ની રિલીઝની સત્તાવાર જાહેરાત પણ થવા જઈ રહી છે.

આ પણ વાંચો :- Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?

આ પણ વાંચો :- Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી

g clip-path="url(#clip0_868_265)">