AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai Kathiawadi : સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવા માટે આલિયાએ પોતાને આવી રીતે કરી હતી તૈયાર, એક્ટ્રેસે કહ્યું કંઈક આવું

સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે આલિયાને આ પાત્રમાં સંપૂર્ણ ઢળી જાય. તે જમાનાની એક્ટ્રેસમાં જે ચાર્મ જોવા મળતો હતો તેને લઈને સંજય લીલા ભણસાલી થોડા વિચારમાં હતા.

Gangubai Kathiawadi : સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવા માટે આલિયાએ પોતાને આવી રીતે કરી હતી તૈયાર, એક્ટ્રેસે કહ્યું કંઈક આવું
Alia BhattImage Credit source: Ps : instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:54 AM
Share

Alia Bhatt’s Gangubai Kathiawadi : આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી( Gangubai Kathiawadi )ટૂંક સમયમાં દર્શકો સામે આવવાની છે. આલિયાએ આ પાત્રને પડદા પર મેજીકલ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. અભિનેત્રીએ પોતે આ વિશે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરતી વખતે જૂની ક્લાસિક ફિલ્મોએ તેને ઘણો સપોર્ટ આપ્યો હતો. ગંગુબાઈની તૈયારી માટે આલિયાએ દિગ્ગજ એક્ટ્રેસ મીના કુમારીની ઘણી બધી ફિલ્મો જોઈ હતી. વાસ્તવમાં, સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે આલિયા આ પાત્રમાં સંપૂર્ણ રીતે હોય. સંજય લીલા ભણસાલી એ જમાનાની એક્ટ્રેસના ચહેરા પર જે ચાર્મ દેખાવા જોઈએ તે વિશે થોડાક વિચારમાં હતા. આવી સ્થિતિમાં સંજય લીલા ભણસાલીએ આલિયાને કામ દરમિયાન સૂચન કર્યું કે તેણે મીના કુમારીની ફિલ્મો જોવી જોઈએ.

મીના કુમારીની ફિલ્મો સિવાય આલિયાએ આ ફિલ્મો જોયા બાદ બની હતી ગંગુબાઈ

મીના કુમારીની ફિલ્મો ઉપરાંત આલિયાએ શબાના આઝમી અભિનીત ફિલ્મ મંડી પણ જોઈ હતી. શ્યામ બેનેગલની ફિલ્મમાં આલિયાની મમ્મી સોની રાઝદાન, અમેરિકન પિરિયડ ડ્રામા ‘મેમોઇર્સ ઑફ અ ગીશા’ વગેરે જેવી ફિલ્મો આલિયાની તૈયારીનો ભાગ હતી.

પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું હતું કે, ‘સંજય લીલા ઈચ્છતા હતા કે હું મીના કુમારીની ફિલ્મો જોઉં. તેના એક્સપ્રેશન, ગીત ગાવાનો અંદાજ, જોકે હું ફિલ્મમાં ગીત ગાતી જોવા નહીં મળું. પણ તેની આંખોમાં નિરાશા હતી, પણ તેના ચહેરા પરની ચમક એક શક્તિ હતી. સંજય કહેતો હતો – તેનો ચહેરો જુઓ. શું છે મામલો. મેં બજાર પણ જોયું છે.

સંજય લીલા ભણસાલીએ આલિયાને સૂચના આપી હતી

આલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સંજય લીલા ભણસાલીએ તેને સેટ પર સારું ખાવા અને હંમેશા ખુશ રહેવાની સૂચના આપી હતી. તેણે કહ્યું- ‘હું સેટ પર સૌથી વધુ ખાતી હતી. શૂટિંગ વખતે હું ઘરેથી બધું ખાવાનું લઇ આવતી હતી. તેથી મેં તે સમય ખૂબ જ માણ્યો હતો.” આલિયાએ કહ્યું કે તે ગોવિંદાની ફિલ્મો જોઈને મોટી થઈ છે. તેમણે હિન્દી સિનેમામાં એક કરતાં વધુ કલાકારોનો શાનદાર અભિનય જોયો છે, જે તેમને ગંગુબાઈમાં ખૂબ જ ઉપયોગી હતો.

આ પણ વાંચો : Hijab Controversy: કર્ણાટક હિજાબ વિવાદમાં અમેરિકાની એન્ટ્રી, કહ્યું કે, હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 95 ડોલર નજીક પહોંચી, જાણો તમારા શહેરમાં આજે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે?

g clip-path="url(#clip0_868_265)">