Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 95 ડોલર નજીક પહોંચી, જાણો તમારા શહેરમાં આજે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 95 ડોલર નજીક પહોંચી, જાણો તમારા શહેરમાં આજે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે?
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:24 AM

દેશમાં ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) જાહેર કરવામાં આવ્યા છે. 12 ફેબ્રુઆરી શનિવારના રોજ પણ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર થયાને 101 દિવસ થઈ ગયા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

આજે 12 ફેબ્રુઆરી શનિવારના રોજ ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શનિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 95 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. શુક્રવારે 11 ફેબ્રુઆરીએ ક્રૂડ ઓઈલની કિંમત 91 ડોલર પ્રતિ બેરલ હતી. એટલે કે માત્ર એક જ દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં લગભગ 4 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સુસ્ત દેખાતા ક્રૂડ ઓઈલના ભાવમાં શનિવારે અચાનક જ તેજી આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત વધીને 94.44 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. oilprice.com મુજબ, WTI ક્રૂડના ભાવમાં પણ આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 3.58 ટકા વધીને 93.10 ડોલર પર પહોંચી ગયો છે. જ્યારે શુક્રવારે WTI ક્રૂડની કિંમત 89.57 ડોલર હતી. બીજી તરફ આજે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે બ્રેન્ટ ક્રૂડ 3.31 ટકા વધીને 94.44 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે શુક્રવારે તેની કિંમત 90.98 ડોલર હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  ભારતીય શેરબજારમાં નાના રોકાણકાર લગાવી રહ્યા છે મોટા દાવ, જાણો ટોપ-10 હોલ્ડિંગની સ્થિતિ

આ પણ વાંચો : આ સરકારી યોજના સારા વ્યાજ સાથે ટેક્સમાં બચતનો લાભ આપે છે, જાણો યોજનાની સંપૂર્ણ વિગત

Latest News Updates

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
g clip-path="url(#clip0_868_265)">