અભિનેતાએ ચાલુ ઈવેન્ટમાં સ્ટેજ પર અભિનેત્રીને એવો ધક્કો માર્યો કે, અભિનેત્રી ગોથું ખાતા બચી ગઈ

|

May 31, 2024 | 10:38 AM

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતાએ અભિનેત્રીને એવો ધક્કો માર્યો કે, અભિનેત્રી પડતા પડતા બચી ગઈ છે. ત્યારબાદ અભિનેતાને લોકોએ ટ્રોલ કર્યો હતો.

અભિનેતાએ ચાલુ ઈવેન્ટમાં સ્ટેજ પર અભિનેત્રીને એવો ધક્કો માર્યો કે, અભિનેત્રી ગોથું ખાતા બચી ગઈ

Follow us on

તેલુગુ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણાને હાલમાં લોકો ટ્રોલ કરી રહ્યા છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી અંજલિને ઈવેન્ટમાં ધક્કો મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ગેંગ્સ ઓફ ગોદાવરીની ઈવેન્ટનો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ બોલિવુડ સહિત ફિલ્મમેકર હંસલ મહેતાએ પણ રિએક્ટ કર્યું છે.

  નંદમુરી બાલકૃષ્ણએ ધક્કો માર્યો

અભિનેત્રી અંજલિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્ટેજ પર નંદમુરી બાલકૃષ્ણએ ધક્કો માર્યો છે અને અભિનેત્રી કાંઈ બોલતી નથી પરંતુ હસી રહી છે. લોકોએ અભિનેતા ટિપ્પણીઓ પણ કરી છે. આ તમામ ઘટના બાદ અભિનેત્રીએ આ વીડિયો પર જવાબ આપ્યો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

 

 

અભિનેત્રી અંજલિએ સોશિયલ મીડિયા પર એક ક્લિપ શેર કરી છે. જેમાં તે બાલકૃષ્ણની સાથે જોવા મળી રહી છે. સાથે કેપ્શનમાં લખ્યું અને કહ્યું હું બાલકૃષ્ણ ગારુને ગેગ્સ ઓફ ગોદાવરીના પ્રી-રિલીઝ ઈવેન્ટમાં આવવા માટે આભાર માનું છે. હું એ જણાવવા માંગુ છુ કે, બાલકૃષ્ણ ગારુ અને અમે હંમેશા એકબીજાના પ્રતિ સન્માનની ભાવના રાખી છે. અમે લાંબા સમમથી સારા મિત્રો છે. તેની સાથે સ્ટેજ શેર કરવો અદ્દભુત છે.

કોણ છે નંદમુરી બાલકૃષ્ણા?

તમને જણાવી દઈએ કે, બાલકૃષ્ણા આંઘ્રપ્રદેશ અને દિગ્ગજ એનટી રામારાવનો દિકરો છે. નંદમુરી બાલકૃષ્ણા આરઆરઆર અભિનેતા જૂનિયર એનટીઆરના કાકા પણ છે. તેમણે તેલુગુ સિનેમામાં પોતાની એક અલગ ઓળખ પણ બનાવી છે. તેમણે 14 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કર્યું હતુ. તેમણે એક્ટિંગ અને અલગ અલગ રોલથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

 

 

અંજલિને ધક્કો મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર લોકો ટિપ્પણી પણ કરી રહ્યા છે. આના પર બોલિવુડના ફિલ્મમેકર હંસલ મહેતાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી લખ્યું આ બદમાશ કોણ છે?

આ પણ વાંચો : નિર્માતાએ સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, પૈસા લઈ ફિલ્મ કરવાની પાડી ના

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article