AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘શક્તિમાન’ બનીને મુકેશ ખન્ના ફરી ધમાલ મચાવશે, સુપરહીરોની પહેલી ઝલક જોવા મળી

મુકેશ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો અને વીડિયો શેર કરી શક્તિમાન પરત આવવાના ગુડ ન્યુઝ ચાહકોને આપ્યા છે. ફરી એક વખત ચાહકો વચ્ચે સુપરહીરો ધમાલ મચાવવા માટે તૈયાર છે.

'શક્તિમાન' બનીને મુકેશ ખન્ના ફરી ધમાલ મચાવશે, સુપરહીરોની પહેલી ઝલક જોવા મળી
| Updated on: Nov 11, 2024 | 2:54 PM
Share

90ના દશકમાં બાળકોનો પ્રિય શક્તિમાન બધાનો સુપરહિરો હતો. બાળકોથી લઈ તમામ લોકોને મુકેશ ખન્નાનું આ પાત્ર ખુબ પસંદ આવતું હતુ. આજે પણ લોકો આ સિરીયલની વાતો કરતા જોવા મળતા હોય છે. ટીવી પર 1997 થી 2005 સુધી રાજ કરનાર તેમજ આ શો રવિવારના બપોરે 12 વાગ્યે પ્રસારિત કરવામાં આવતો હતો. આના કારણે તેને દૂરદર્શનનો સૌથી કલ્ટ શો માનવામાં આવે છે. હવે ફરી એકવાર ‘શક્તિમાન’ લોકોમાં ચર્ચામાં આવી ગયો છે.

શક્તિમાનની ધમાકેદાર વાપસી

મુકેશ ખન્નાએ પોતાના સોશિયલ મીડિયા પર ચાહકોને એક ગુડ ન્યુઝ આપ્યા છે અને યુટ્યુબ ચેનલ પર ભીષ્મ ઈન્ટરનેશનલ પર એક ટીઝર પણ શેર કરવામાં આવ્યું છે. ટીઝર સાથે તેમણે લખ્યું કે, તેને પરત ફરવાનો સમય આવી ચૂક્યો છે. આપણા પહેલા ભારતીય સુપર ટીચર સુપર હીરોનો,જેમ જેમ અંધકાર અને અનિષ્ટ આજના બાળકોની ઝપેટમાં છે. તેમના પાછા ફરવાનો સમય આવી ગયો છે. આ સંદેશ લઈને પાછો ફર્યો છે. તે પાઠ લઈને પાછો ફર્યો છે. આજની પેઢી માટે. તેમનું સ્વાગત કરો.

શક્તિમાન સંભળાવશે દેશની વીર ગાથા

આયર મેન, સ્પાઈડર મેન અને બેટમેન જેવા સુપરહિરો ભારતમાં છવાયા બાદ એક એવો સુપરહિરો ચર્ચામાં હતો, જેને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. તેનું નામ શક્તિમાન છે. આ હીરો સ્ક્રિન પર ફરી એક વખત રોમાંચ સાથે વાપસી કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્લિપમાં મુકેશને શક્તિમાનના રુપમાં દેખાડવામાં આવ્યો છે. તે એક સ્કુલમાં ઉતરતો જોવા મળી રહ્યો છે. ગીત ગાવાનું શરુ કરે છે. આઝાદી માટે  જંગ લડી તેનો જીવ ગુમાવ્યો. અંગ કપાય ગયા પરંતુ દેશ પર કોઈ મુશ્કેલી આવવા દીધી નહિ. તે ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ અને સુભાષ ચંદ્ર બોસ જેવા નાયકોનો ફોટો જોઈ ગીત ગાય છે.

450 એપિસોડ પ્રસારિત

શક્તિમાન એક ટીવી સીરીઝ હતી. જે 1997માં દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવતી હતી. મુકેશ ખન્ના દ્વારા અભિનીત આ શો કિટ્ટુ ગિડવાની વૈષ્ણવી , સુરેન્દ્ર પાલ અને ટોમ ઓલ્ટર જેવા કલાકારો હતો. આ 90ના દશકનો સૌથી પોપ્યુલર શો રહ્યો છે અને અંદાજે 8 વર્ષમાં 450 એપિસોડ પ્રસારિત પણ થઈ ચૂક્યા છે. શક્તિમાનનું પાત્ર એક સુપરહ્યુમન છે. જેમાં રહસ્યમયી અને અલૈકિક શક્તિ છે.જેમને સંતોના એક રહસ્યમય સંપ્રદાય દ્વારા વિશ્વમાં ખોટા લોકો સામે લડવાનું કામ સોંપવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">