Reality Show: ‘DID સુપર મોમ્સ’ માટે ભારતી સિંહે આપ્યું ધમાકેદાર ઓડિશન, રેમો ડિસોઝાએ કર્યું રિજેક્ટ
'DID સુપર મોમ્સ' (DID Super Moms) રિયાલિટી શો 2 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. જાણીતા TV Actor જય ભાનુશાલી (Jay Bhanushali) આ શોની આગામી સીઝન હોસ્ટ કરશે. ઉર્મિલા માતોંડકર પણ પ્રથમ વખત એક શોમાં જજ તરીકે દેખાશે.
ભારતી સિંહે (Bharti Singh) પોતાની આવડતના દમ પર ઘર-ઘરમાં નામ બનાવ્યું છે. તે તેના ચાહકોને હસાવવાની એક પણ તક છોડતી નથી. ભારતી સિંહની કોમેડી ફેન્સને તેની દરેક સ્ટાઈલ ગમે છે. ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર’ના (Dance India Dance Little Master) ફિનાલે એપિસોડમાં ભારતીએ તેની ફની સ્ટાઇલથી ધૂમ મચાવી હતી. શોમાં ભારતી સિંહે ‘DID સુપર મોમ્સ’ માટે ધમાકેદાર ઓડિશન આપ્યું હતું. જેની એક ઝલક રિલીઝ કરવામાં આવી છે. ભારતીનો આ વીડિયો જોઈને કોઈપણ માટે પોતાના હાસ્ય પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ જશે.
ભારતી સિંહની સ્ટેજ પર ધમાકેદાર એન્ટ્રી
ભારતી સિંહે ‘DID લિટલ માસ્ટર’ના સ્ટેજ પર ધમાકેદાર એન્ટ્રી કરી અને કહ્યું, “સુપર મોમ્સ તો અભી ચાલુ હોના હૈ ન? એક બાર મેરા ઓડિશન લે લો પ્લીઝ.” આના પર શોના જજ રેમો ડિસોઝા તેને પૂછે છે, “તમે છેલ્લી વાર ક્યાં પરફોર્મ કર્યું હતું?” આના પર ભારતી કહે છે, “ગણપતિ પર”. આ પછી ભારતી સિંહ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘સામી સામી’ પર ખૂબ જ ફની અંદાજમાં ડાન્સ કરવાનું શરૂ કરે છે.
જૂઓ રમૂજી વીડિયો….
View this post on Instagram
પહેલા તો ભારતી સિંહ પોતાની જીભ બહાર કાઢીને જોરથી ડાન્સ કરે છે, ત્યાર બાદ તે જમીન પર સૂઈને નાગીન ડાન્સ કરવા લાગે છે. ભારતીનો આવો ડાન્સ જોઈને મૌની રોય, સોનાલી બેન્દ્રે અને રેમો ડિસોઝા સહિત શોના તમામ દર્શકો હસી પડ્યા. આ પછી રેમો ડિસોઝા ભારતીને રિઝેક્ટ કરે છે અને કહે છે “નેક્સ્ટ”. પરંતુ આ પછી પણ ભારતી સ્ટેજ છોડતી નથી. આવી સ્થિતિમાં, ક્રૂ મેમ્બર્સ તેમને ખેંચવા લાગે છે. ભારતીની આ સ્ટાઈલ જોઈને શોમાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગે છે.
ઉર્મિલા માતોંડકર, ભાગ્યશ્રીએ મટકાવી કમર…
View this post on Instagram
‘DID સુપર મોમ્સ’ 2જી જુલાઈથી શરૂ થઈ રહી છે
‘DID સુપર મોમ્સ’ (DID Super Moms) રિયાલિટી શો 2 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. જાણીતા ટીવી અભિનેતા જય ભાનુશાલી આ શોની આગામી સીઝન હોસ્ટ કરશે. આ શોને બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર, ભાગ્યશ્રી અને રેમો ડિસોઝા જજ કરશે. આ સફળ શોની આ ત્રીજી સીઝન છે. ઉર્મિલા માતોંડકર પણ પ્રથમ વખત એક શોમાં જજ તરીકે દેખાશે.