મહેસાણાના દેલા ગામમાં નેતાઓની એન્ટ્રી બંધ! “મનપામાં નથી જોડાવું”, ગામના લોકોએ રાજકીય પક્ષો સામે બાંયો ચડાવી
મનપામાં સમાવેશ સામે ગ્રામજનોમાં રોષ. ખેતી અને પશુપાલન ખતરામાં હોવાના આક્ષેપ સાથે દેલા ગામે લીધો કઠોર નિર્ણય.
મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા (મનપા) બનાવવાની પ્રક્રિયા વચ્ચે દેલા ગામના લોકોએ મોરચો માંડ્યો છે. દેલા ગામને મનપામાં ભેળવી દેવાના નિર્ણય સામે સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ એટલો ઉગ્ર છે કે લોકોએ ગામના પાદરે રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રવેશ ન કરવાના પોસ્ટરો લગાવી દીધા છે અને ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કર્યો છે.
ખેતી અને જમીન છીનવાઈ જવાનો ડર
ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે જો ગામ મનપામાં ભળશે તો પશુપાલન અને ખેતીની જમીન છીનવાઈ જશે. એકતરફ હાઈવે પ્રોજેક્ટને કારણે જમીનો જઈ રહી છે, ત્યારે બીજી તરફ મનપામાં સમાવેશ થવાથી લોકો જમીન વિહોણા થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે દેલા ગામને ગ્રામ પંચાયત તરીકે જ રહેવા દેવામાં આવે.
કોર્ટમાં કેસ છતાં તંત્રની ઉતાવળ?
ગામલોકોનું કહેવું છે કે આ મામલે નામદાર હાઈકોર્ટમાં કેસ હજુ પેન્ડિંગ છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા ગામને મનપામાં ભેળવી દેવાની કાર્યવાહી કેમ કરવામાં આવી? આ મુદ્દે તંત્ર અને નેતાઓ સામે ગામના રસ્તાઓ પર આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી ટાણે લોકોનો આ ગુસ્સો શાંત પાડવા તંત્ર શું પગલાં ભરે છે.
ચૂંટણી છે કે જાન? પાટણમાં બળદગાડા પર સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવારો
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
